નવી દિલ્હીઃ Lok Sabha Election 2024 ભાજપે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા માટે મહિલા મોર્ચાને નવી જવાબદારી સોંપી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપનો મહિલા મોર્ચો (BJP Mahila Morcha)સોમવારથી દેશભરમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની મહિલા લાભાર્થીઓ સાથે સંપર્ક કરી વ્યાપક અભિયાન શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક જિલ્લામાં 10 મહિલાઓનું સન્માન
મહિલાઓ સાથે જોડાણ કરવાના પ્રયાસરૂપે, પાર્ટીના સભ્યોએ એક વર્ષમાં લાભાર્થીઓ સાથે એક કરોડ સેલ્ફી લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ વનથી શ્રીનિવાસને જણાવ્યું હતું કે પાર્ટીની મહિલા પાંખ આવતા મહિને ભાજપના  દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજના નામે એવોર્ડ સમારોહ પણ શરૂ કરશે. જેમાં દરેક જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર 10 મહિલાઓનું સન્માન કરવામાં આવશે.


યોજનાઓના લાભ વિશે જણાવવામાં આવશે
વનથીએ જણાવ્યું હતું કે સેલ્ફી કવાયત એ મહિલાઓ સાથે જોડાણ કરવાના પક્ષના પ્રયાસોનો એક ભાગ છે. પક્ષની મહિલા પાંખના સભ્યો દરેક જિલ્લામાં મહિલા મતદારોનો સંપર્ક કરશે અને તેમને આવાસથી લઈને રાંધણગેસ, શૌચાલય અને બેંક ખાતા ખોલવા સુધીની વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશે માહિતગાર કરશે.


આ પણ વાંચોઃ જીવિત તો ઠીક મડદા સાથે અને માસિક ધર્મમાં હોય એવી મહિલાઓ સાથે શરીરસુખ માણે છે અઘોરી..


નમો એપ પર અપલોડ કરવામાં આવશે સેલ્ફી
શ્રીનિવાસને કહ્યું કે જો કોઈ મહિલા સરકારની કોઈ યોજનાથી લાભાવિંત થઈ હશે તો પાર્ટીના સભ્યો તેની સાથે એક સેલ્ફી લેવાની વિનંતી કરશે અને તેને નમો એપ પર અપલોડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ અન્ય યોજનાઓ વચ્ચે આ યોજનાઓને લોકપ્રિય બનાવવામાં પણ મદદ કરશે. 


જન ધન યોજનાથી 25 કરોડથી વધુ મહિલા લાભાર્થી
એકલા જન ધન યોજનાથી 25 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે, જે હેઠળ કોઈપણ ફરજિયાત લઘુત્તમ બેલેન્સ વિના બેંક ખાતા ખોલવામાં આવે છે. અન્ય યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા પણ કરોડોમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube