Lok Sabha Election: 2024માં અમિત શાહ નહીં પરંતુ આ 3 નેતા સંભાળશે જવાબદારી! 400 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે કમર કસી છે. પાર્ટીએ આગામી ચૂંટણી માટે ખાસ રણનીતિ બનાવી છે. ભાજપે 2019માં જે સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો તે 160 લોકસભા બેઠકો માટે પાર્ટી વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે કમર કસી છે. પાર્ટીએ આગામી ચૂંટણી માટે ખાસ રણનીતિ બનાવી છે. ભાજપે 2019માં જે સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો તે 160 લોકસભા બેઠકો માટે પાર્ટી વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભાજપ આ સંસદીય વિસ્તારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 45 રેલીઓનું આયોજન કરવાની તૈયારીમાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ સીટો પર મળેલા ફીડબેકના આધાર પર સતત રણનીતિ બનાવી રહ્યા છે. ભાજપે પોતાના ત્રણ રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગને રેલીઓની તૈયારીઓની જવાબદારી સોંપાઈ છે. આ 160 સીટોને બે ભાગમાં વહેંચવામાં આવશે.
2024નો ખાસ 'પ્લાન'
પહેલા 80 બેઠકો માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રેલીઓ કરશે જ્યારે બાકીની 80 બેઠકો પર ગૃહમંત્રી અમિત શાહ જનસભાઓ કરશે. આ 160 સીટો પર પહેલા તબક્કાનો પ્રચાર અભિયાન પૂરો થયા બાદ પાર્ટી બીજા તબક્કાનો પ્રચાર અભિયાન શરૂ કરશે. જેમાં દેશની બાકી બચેલી 383 સીટો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મોટા નેતાઓના કાર્યક્રમ પણ નક્કી કરાશે.
બાબા વેંગાની 2023ની આ ભવિષ્યવાણી પણ સાચી પડી! જાણો ભારત માટે શું છે ચિંતાજનક બાબત
આ ટ્રેનોમાં ભૂલથી પણ ટિકિટ બુક ન કરાવતા! જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે
કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે શું અંતર? જાણો બંનેમાંથી કોણ વધુ જોખમી
વિપક્ષની શું છે રણનીતિ
બીજી બાજુ વિપક્ષ પણ હજુ તો વિખરાયેલો દેખાય છે. વિપક્ષના તમામ નેતાઓએ કોશિશ કરી પરંતુ હજુ સુધી પીએમ મોદી વિરુદ્ધ 2024ની લોકસભા ચૂંટણીમાં એક પણ નેતાના ચહેરા પર સહમતિ બની શકી નથી. કોંગ્રેસના નેતૃત્વમાં ભાજપને ટક્કર આપવામાં આવશે કે પછી ત્રીજો મોરચો કમાન સંભાળશે તેના ઉપર હજુ શંકાના વાદળો છે.
ભાજપે મૂક્યો 400નો ટાર્ગેટ!
અત્રે જણાવવાનું કે છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપના નેતૃત્વાળું ગઠબંધન એનડીએ બહુમત મેળવી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019માં તો ભાજપે એકલા હાથે બહુમતનો આંકડો 282 પાર કર્યો હતો. ભાજપે આ વખતે 400 બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube