Top 10 Richest MP: દેશમાં લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સતત ત્રીજીવાર એનડીએ સરકાર બની ચૂકી છે. આ વખતે લોકસભામાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 503 કરોડપતિ છે. આ બધાની એસેટ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા છે. દેશના સૌથી ધનીક સાંસદની નેટવર્થ તો હજારો કરોડો રૂપિયામાં છે. આવો જાણીએ દેશના 10 સૌથી વધુ ધનીક સાંસદો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર ચંદ્ર શેખર પેમ્માસાની (Dr Chandra Sekhar Pemmasani)
ડોક્ટર ચંદ્ર શેખર પેમ્માસાનીએ આંધ્ર પ્રદેશના ગુંટૂરથી તેલુગુ દેશમ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી છે. તેઓ મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને કમ્યુનિકેશન મિનિસ્ટ્રીમાં રાજ્યમંત્રી પણ બન્યા છે. તેમની નેટવર્થ 5705 કરોડ રૂપિયા છે. તે સૌથી ધનીક સાંસદ છે.


કોંડા વિશ્વેશ્વર રેડ્ડી (Konda Vishweshwar Reddy) 
કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ભાજપની ટિકિટ પર તેલંગણાની ચેલ્લેવા સીટથી સાંસદ બન્યા છે. તેમણે આ સીટથી ભારત રાષ્ટ્ર સમિતિની ટિકિટ પર 2014ની લોકસભા ચૂંટણી જીતી છે. એફિડેવિટમાં તેમની સંપત્તિ 4568 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તે દેશના બીજા સૌથી ધનીક સાંસદ છે.


નવીન જિંદલ (Naveen Jindal) 
ભારતના સૌથી ધનીક મહિલા સાવિત્રી જિંદલના પુત્ર નવીન જિંદલે ભાજપની ટિકિટ પર કુરૂક્ષેત્ર લોકસભા સીટથી ચૂંટણી જીતી છે. જિંદલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન નવીન જિંદલની નેટવર્થ 1241 કરોડ રૂપિયા છે. તે આ લોકસભામાં ચૂંટાયેલા ત્રીજા સૌથી ધનીક સાંસદ  છે.


પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી (Prabhakar Reddy Vemireddy) 
પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી વીપીઆર માઇનિંગ ઇન્ફ્રાના ફાઉન્ડર છે. તેમની કુલ એસેટ 716 કરોડ રૂપિયા છે. તેમણે ટીડીપીની ટિકિટ પર આંધ્ર પ્રદેશની નેલ્લોર સીટથી ચૂંટણી જીતી છે. તે 18મી લોકસભામાં ચોથા સૌથી ધનીક સાંસદ છે. 


સીએમ રમેશ (CM Ramesh) 
ભાજપ નેતા સીએમ રમેશ પહેલા આંધ્રપ્રદેશથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે તેમણે આંધ્રપ્રદેશની અનકાપલ્લી સીટથી ચૂંટણી જીતી છે. તેમની નેટવર્થ 497 કરોડ રૂપિયા છે. 


જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)
જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય રાજનીતિમાં જાણીતું નામ છે. તેમના પિતા પણ લાંબા સમય સુધી રાજનીતિમાં રહ્યાં હતા. સિંધિયાની નેટ વર્થ 424 કરોડ રૂપિયા છે. સિંધિયાને આ વખતે ટેલીકોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. 


છત્રપતિ શાહૂજી મહારાજ (Chhatrapati Shahu Maharaj) 
છત્રપતિ શાહૂજી મહારાજ કોલ્હાપુરના રાજપરિવારના સભ્ય છે. તેમની સંપત્તિ 342 કરોડ રૂપિયા છે. તેમણે લોકસભા ચૂંટણી મહારાષ્ટ્રની કોલ્હાપુર સીટથી જીતી છે. 


શ્રીભરત મથુકુમિલી (Sribharat Mathukumilli)
શ્રીભર મથુકુમિલી ટીડીપીની ટિકિટ પર વિશાખાપટ્ટનમથી જીતીને આવ્યા છે. તેમની નેટવર્થ 298 કરોડ રૂપિયા છે. 


હેમા માલિની (Hema Malini)  
જાણીતી બોલીવુડ અભિનેત્રી હેમા માલિની ભાજપની ટિકિટ પર મથુરા સીટથી જીતી સંસદમાં પહોંચ્યા છે. હેમા માલિનીની સંપત્તિ 278 કરોડ રૂપિયા છે.  


ડોક્ટર પ્રભા મલ્લિકાર્જુન (Dr Prabha Mallikarjun)
ડોક્ટર પ્રભા મલ્લિકાર્જુન કોંગ્રેસના નેતા છે. તેમણે કર્ણાટકની દેવનાગિરી સીટથી ચૂંટણી જીતી છે. વ્યવસાયે ડેન્ટિસ્ટ પ્રભા મલ્લિકાર્જુનના લગ્ન કર્ણાટકમાં મંત્રી એસએસ મલ્લિકાર્જુન સાથે થયા છે. તેમની સંપત્તિ 241 કરોડ રૂપિયા છે.