અમેઠી બેઠક પર કોંગ્રેસે ખોલ્યું રહસ્ય : 25 વર્ષ પછી બિનગાંધી ઉમેદવાર મેદાનમાં, જાણો કોણ છે ગાંધી પરિવારના ખાસ
કોંગ્રેસે અમેઠી બેઠક પર કે.એલ. શર્માના નામની જાહેરાત કરી. ત્યારે કોણ છે કિશોરી લાલ શર્મા?. અમેઠી બેઠકનો શું છે ઈતિહાસ?. જોઈશું આ અહેવાલમાં...
લોકસભાની ચૂંટણીમાં UPની અમેઠી બેઠક પર કોંગ્રેસે ઘણા સસ્પેન્સ પછી ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી અને તેમણે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું. કોંગ્રેસે અમેઠી બેઠક પર કે.એલ. શર્માના નામની જાહેરાત કરી. ત્યારે કોણ છે કિશોરી લાલ શર્મા?. અમેઠી બેઠકનો શું છે ઈતિહાસ?. જોઈશું આ અહેવાલમાં...
અમેઠી બેઠક પર કોંગ્રેસે સસ્પેન્સ ખોલ્યું
ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જાહેર કર્યુ નામ
ગાંધી પરિવારના ખાસ એવા કિશોરી લાલ શર્માને ટિકિટ
જી,હા.. લોકસભાની ચૂંટણીમાં UPની અમેઠી બેઠક પર કોંગ્રેસે પોતાનું પત્તું ખોલી નાંખ્યું છે. જેના કારણે 25 વર્ષ પછી પહેલીવાર અમેઠીમાં ગાંધી પરિવારમાંથી કોઈ ચૂંટણી મેદાનમાં નથી. હવે અમેઠી બેઠક પર ભાજપના સાંસદ અને ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની સામે કોંગ્રેસના કિશોરી લાલ શર્મા મેદાનમાં છે. રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડતાં સ્મૃતિ ઈરાનીએ વળતો પ્રહાર કર્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી કિશોરી લાલ શર્માએ કાર્યકરો સાથે કલેક્ટર ઓફિસ પહોંચીને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યુ અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અમેઠી બેઠક પર કોંગ્રેસે ખોલ્યું રહસ્ય
25 વર્ષ પછી બિનગાંધી ઉમેદવાર મેદાનમાં
રાહુલ ગાંધીએ અમેઠીનું મેદાન છોડ્યું
કિશોરી લાલ શર્માના નામ પર લાગી મહોર
સ્મૃતિ ઈરાની વર્સિસ કિશોરી લાલ શર્મા વચ્ચે જંગ
હવે તમારા મનમાં એમ થતું હશે કે કિશોરી લાલ શર્મા કોણ છે?. જેને ગાંધી પરિવારે પોતાના ગઢને સાચવવા માટે ટિકિટ આપી... તો તે પણ જાણી લો. ગાંધી પરિવારના ખાસ લોકોમાંથી એક છે. મૂળ રીતે પંજાબના લુધિયાણાના રહેવાસી છે. 1983માં રાજીવ ગાંધીની સાથે રાયબરેલી અને અમેઠી આવ્યા હતા. રાજીવ ગાંધીના નિધન પછી ગાંધી પરિવારના ખાસ બની ગયા. સોનિયા ગાંધીની સાથે રાયબરેલી બેઠકનું કામકાજ સંભાળતા હતા.
અમેઠી બેઠક પર છેલ્લાં 4 ટર્મના પરિણામ પર નજર કરીએ તો 2004માં કોંગ્રેસના રાહુલ ગાંધીનો વિજય થયો હતો. 2009માં ફરી એકવાર રાહુલ ગાંધીની જીત થઈ હતી. 2014માં રાહુલ ગાંધીએ જીતની હેટ્રિક લગાવી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપની સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. અમેઠી બેઠકને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે... એટલે ગાંધી પરિવારના ખાસને મેદાનમાં ઉતાર્યા છે. જેમની પાસે કોઈ ચમત્કારની આશા છે ....
હવે અમેઠી બેઠકના સામાજિક સમીકરણો પર પણ નજર કરી લઈએ. અમેઠી બેઠક પર સૌથી વધારે વસ્તી ઓબીસી વર્ગની છે. અહીંયા 34 ટકા ઓબીસી વર્ગના મતદારો છે. મુસ્લિમ વર્ગના 20 ટકા મતદારો છે. દલિત વર્ગના 26 ટકા મતદારો છે. 8 ટકા બ્ર્રાહ્મણ મતદારો, 12 ટકા રાજપૂત મતદારો છે. 2019માં સપા-બસપાનું ગઠબંધન હોવાથી પક્ષે અમેઠીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો પરંતુ આ વખતે બસપાએ પોતાનો ઉમેદવાર ઉતારતાં મુકાબલો ત્રિકોણીય થઈ ગયો છે ત્યારે એ જોવાનું રહેશે કે કિશોરી લાલ શર્મા કોંગ્રેસની પરંપરાગત બેઠક પાછી મેળવી શકે છે કે નહીં...