Congress Election Manifesto: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વાયદા; ખેડૂતોને મળશે MSP પર કાનૂની ગેરંટી, 25 લાખ સુધીની સારવાર ફ્રી
Congress Election Manifesto 2024: કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં અનેક વચનો આપ્યા છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું.
આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં અનેક વચનો આપ્યા છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ માહિતી આપતા કહ્યું કે 2024માં જો કેન્દ્રમાં અમારી સરકાર બને તો સરકાર ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની મદદ આપશે. આ ઉપરાંત ખેડૂતોને પણ કરજમાફીનું વચન આપ્યું.
ન્યાય પત્ર આપ્યું છે નામ
કોગ્રેસે ચૂંટણી ઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે મેનિફેસ્ટોના કવર પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે રાહુલ ગાંધીની તસવીર પણ છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને પછાત વર્ગ દેશની વસ્તીના લગભગ 70 ટકા જેટલા છે. પરંતુ સારી નોકરીઓ અને સારા વ્યવસાયો તથા ઊંચા પદો પર તેમની ભાગીદારી ઓછી છે.
ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વચનો
- કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આર્થિક-સામાજિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. તેના માધ્યમથી કોંગ્રેસ જાતિઓ, ઉપજાતિઓ, અને તેમની આર્થિક અને સામાજિક સ્થિતિની ભાળ મેળવશે. સ્થિતિ સુધારવા પગલાં ભરશે.
- કોંગ્રેસ પાર્ટી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને ગરીબ સામાન્ય વર્ગને મળતી અનામત પરથી 50 ટકાની કેપ હટાવશે.
- કોંગ્રેસ શિક્ષણ અને નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ને મળતા 10 ટકા અનામતને કોઈ પણ ભેદભાવ વગર તમામ જાતિઓ અને સમુદાયના લોકો પર લાગૂ કરશે.
- કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે અનામતના તમામ ખાલી પદોને એક વર્ષની અંદર ભરશે.
- વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, અને દિવ્યાંગો માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન ફક્ત 200-500 રૂપિયા પ્રતિ માસ છે. કોંગ્રેસ આ પેન્શનની રકમ વધારીને ન્યૂનતમ 1000 રૂપિયા માસિક કરશે.
- રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દ્વારા લાગૂ કરાયેલી ચિરંજીવી યોજનાની જેમ દેશભરમાં 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે કેશલેસ વીમા યોજના લાગૂ કરાશે.
- કોંગ્રેસ 2500થી વધુ વસ્તીવાળા વિસ્તારમાં એક વધારાના આશા કાર્યકરની નિયુક્તિ કરશે.
- ખેડૂતોને ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી મળશે.
- કોંગ્રેસ આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર, મધ્યાહન ભોજન રસોઈયા વગરે ફ્રન્ટ લાઈન સ્વાસ્થ્ય કાર્યકરોના માનદ વેતનમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરશે.
- પહેલી નોકરી પાક્કી ગેરંટી- કોગ્રેસ શિક્ષુ (અપ્રેન્ટિસ) એક્સ 1961ને હટાવીને અપ્રેન્ટિસશિપ અધિકાર અધિનિયમ લાવશે. આ કાયદો 25 વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક ડિપ્લોમા ધારક કે કોલેજ સ્નાતક માટે ખાનગી અને સરકારી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષનો અપ્રેન્ટિસશિપ કાર્યક્રમ આપશે.
- આ કાયદા હેઠળ દરેક અપ્રેન્ટિસને એક લાખ રૂપિયાનું પ્રતિ વર્ષ વેતન આપવામાં આવશે જે નિયોક્તા કંપની અને સરકાર દ્વારા સમાન રીતે ભોગવવામાં આવશે. આ કાયદો યુવાઓને કૌશલ પ્રદાન કરશે, રોજગાર ક્ષમતા વધારશે અને કરોડો યુવાઓને નોકરીની તકો આપશે.
- કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરો પર સ્વીકૃત લગભગ 30 લાખ ખાલી પદો ભરશે.
- કોંગ્રેસ સ્ટાર્ટ અપ માટે ફંડ અને ફંડ્સ યોજનાનું પુર્નગઠન કરશે અને ઉપલબ્ધ ફંડના 50 ટકા, 5000 કરોડ રૂપિયા જ્યાં સુધી શક્ય હોય દેશના તમામ જિલ્લાઓમાં સામાન રીતે ફાળવશે. જેથી કરીને દેશભરમાં 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને પોતાનો ધંધો શરૂ કરવા માટે ધન ઉપલબ્ધ કરાવી શકાય જેથી કરીને તેઓ પોતાના વેપારને વધારી શકે અને રોજગારની તકો ઉભી થાય.
બેરોજગારો માટે શું
- કોંગ્રેસ એવા આવેદકોને એકવાર રાહત આપશે જે મહામારી સમયે 1 એપ્રિલ 2020થી 30 જૂન 2021 દરમિયાન સરકારી પરીક્ષા આપવામાં અસમર્થ રહ્યા.
- કોંગ્રેસ સરકારી પરીક્ષાઓ અને સરકારી પદો માટે અરજી ફી સમાપ્ત કરશે.
- વ્યાપક બેરોજગારીના કારણે કોંગ્રેસ તમામ વિદ્યાર્થી શૈક્ષિક ઋણો મામલે 15 માર્ચ 2024 સુધી વ્યાજ સહિત ઋણની ચૂકવવાની રકમ માફ કરશે અને બેંકોને સરકાર દ્વારા પૂર્તિ કરવામાં આવશે.
- કોંગ્રેસ 21 વર્ષથી ઓછી ઉંમરના પ્રતિભાશાળી અને ઉભરતા ખેલાડીઓને પ્રતિ માસ 10000 રૂપિયાની ખેલ છાત્રવૃત્તિ પ્રદાન કરશે.