INDIA Alliance Meeting: વિપક્ષી ઈન્ડિયા અલાયન્સ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ 290 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે. જ્યારે પાર્ટી ગઠબંધનના પક્ષો પાસે 85 બેઠકો માંગી શકે છે. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટી લગભગ 375 બોઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ 29 ને 30 ડિસેમ્બરે થયેલી કોંગ્રેસની અલાયન્સ કમિટીની બેઠકમાં સહમતિ બની છે. આ રિપોર્ટ કમિટી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને સોંપશે. 4 જાન્યુઆરીએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ તમામ પ્રદેશ અધ્યક્ષો અને CLP લીડર્સની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સીટ શેરિંગનો ફાઈનલ ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ગઠબંધન પક્ષોની સાથે સીટ શેરિંગ અંગે બેઠક થશે. 


શું સાથી પક્ષો માનશે?
હવે સવાલ એ છે કે કોંગ્રેસે જ્યાં 290 બેઠકો પર એકલા હાથે લડવાની માંગણી કરી છે તેના માટે વિપક્ષી દળો કેટલો સાથ આપશે? શું તેઓ કોંગ્રેસને આટલી સીટો આપશે? ઉત્તર પ્રદેશની 80 બેઠકો અને પશ્ચિમ બંગાળની 42 બેઠકો પર સમાજવાદી પાર્ટી અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ખુબ મજબૂત છે. શું અખિલેશઅને મમતા કોંગ્રેસની વાત માનશે?


જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, દિલ્હી અને પંજાબમાં અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની માંગણી પર સહમત થશે ખરા? હાલ એવું જોવા મળી રહ્યું હોય તેવું લાગતું નથી. સીટ શેરિંગ પર ફસાયેલા પેચ વચ્ચે RJD સાંસદ મનોજ ઝાએ કહ્યું કે સીટ શેરિંગ અમે કરી લઈશું. જ્યારે ભાજપ નેતા તરુણ ચુગે ગઠબંધનને ભાનુમતિના કુળ તરીકે ગણાવ્યાં છે. 


સીટ શેરિંગ અંગે સસ્પેન્સ
શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સીટ શેરિંગ અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાથે વાત થઈ છે. જ્યારે ગઠબંધનમાં મચેલી ખેંચતાણ પર ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કહ્યું કે ગઠબંધનની આ સમસ્યા ઘણી જૂની છે. તેઓ આપસમાં લડી રહ્યા છે. TMC નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે ભાજપને હરાવવા માટે જલદી સીટ શેરિંગના ફોર્મ્યૂલાનો રસ્તો કાઢવો પડશે. જ્યારે જેડીયુ પ્રવક્તા નીરજકુમારે કોંગ્રેસના ફોર્મ્યૂલા પર કહ્યું કે જીત માટે કુરબાનીઓ આપવી પડે છે. 


હવે અમે તમને કેટલાક મોટા રાજ્યોની સ્થિતિ જણાવીએ. જ્યાં જ્યાં પ્રાદેશિક પક્ષો ખુબ મજબૂત છે. આખરે સીટ શેરિંગનો ફોમ્યૂલા કેવી રીતે નક્કી થશે. તેને કઈક આવી રીતે સમજીએ...


- કોંગ્રેસ એકલા હાથે 290 બેઠકો પર લડવા માંગે છે. 
- યુપીમાં અખિલેશ યાદવ 65 બેઠકો પર તાલ ઠોકી ચૂક્યા છે. 
- પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એકલા હાથે લડવા તૈયાર છે. 
- મહારાષ્ટ્રમાં શિવસેના ઉધ્ધવ જૂથે 23 બેઠકો પર દાવો કર્યો છે. 
- પંજાબ અને દિલ્હીમાં AAP તમામ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 


કોંગ્રેસનો સીટ ફોર્મ્યૂલા-


મહારાષ્ટ્ર- 25
કેરળ- 29
તમિલનાડુ- 10 
આંધ્ર પ્રદેશ 25
અરુણાચલ પ્રદેશ-6
અસમ 14
છત્તીસગઢ11
ગોવા- 2
ગુજરાત - 26
હરિયાણા -10 
હિમાયલ પ્રદેશ- 4
કર્ણાટક- 28
મધ્ય પ્રદેશ- 29
મણિપુર - 2
મેઘાલય- 2
ઓડિશા- 21
મિઝોરમ- 1
નાગાલેન્ડ- 1
રાજસ્થાન- 25
સિક્કીમ- 1
ત્રિપુરા- 2
ઉત્તરાખંડ- 5
તેલંગણા- 16
કેન્દ્રશાસિત પ્રદેશ- 6


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube