મોદી સરકારના મંત્રીને `હરાવવા` ચૂંટણીના મેદાનમાં ઉતર્યા આ લિંગાયત સંત, જાણો શું લગાવ્યો આરોપ
લોકસભા ચૂંટણી 2024 ઢૂંકડી છે અને તમામ પક્ષો પોત પોતાની રીતે પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે કર્ણાટકથી ભાજપ માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2024 ઢૂંકડી છે અને તમામ પક્ષો પોત પોતાની રીતે પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે કર્ણાટકથી ભાજપ માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશી જે બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે તે રસપ્રદ થતી જોવા મળી રહી છે કારણ કે કર્ણાટકની ધારવાડ બેઠકથી પ્રમુખ વીરશૈવ લિંગાયત સંત અને શિરહટ્ટી ફક્કિરેશ્વર મઠના ફકીરા દિંગલેશ્વર સ્વામીએ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. અત્રે જણાવવાનું કે આ બેઠક પરથી ભાજપ અને જેડીએસના સંયુક્ત ઉમેદવાર પ્રહ્લાદ જોશી ચૂંટણીના મેદાનમાં છે. સોમવારે ફકીરા દિંગલેશ્વર સ્વામીએ કહ્યું કે તેમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
મોદી સરકારના મંત્રી પર સાધ્યું નિશાન
પ્રહ્લાદ જોશી પર નિશાન સાંધતા સંતે તેમના પર (પ્રહ્લાદ જોશી) વીરશૈવ લિંગાયત અને અન્ય સમુદાયોને 'દબાવવા' અને સત્તામાં જળવાઈ રહેવા માટે લિંગાયત મઠના દુરઉપયોગનો આરોપ લગાવ્યો છે. સ્વામીએ કહ્યું કે હું ધારવાડ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે મારી ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું. તમે જાણો છો કે રાષ્ટ્રીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને ધારવાડ મતવિસ્તાર અને આજુબાજુના વિસ્તારોના લોકોને લાગે છે કે બંને પક્ષો 'મેચ ફિક્સિંગ'ની જેમ 'ચૂંટણી ફિક્સિંગ' કરી રહી છે.
કોંગ્રેસ ઉપર પણ લગાવ્યો આરોપ
સ્વામીએ પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસ પર સત્તામાં આવ્યા બાદ લિંગાયતોની ઉપેક્ષા કરવાનો અને સમુદાયના યોગ્ય નેતાઓને યોગ્ય પદ નહીં આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ફકીરા સ્વામીની ઉમેદવારીને લઈને પ્રહ્લાદ જોશીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ જે પણ કહે છે તે મારા માટે આશીર્વાદ જેવું છે. દિંગલેશ્વર સ્વામી પર કોઈ પ્રતિક્રિયા આપવા માંગતો નથી.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube