ભાજપમાં એ ચર્ચા તેજ થઈ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં અનેક રાજ્યસભા સાંસદો પણ મેદાનમાં ઉતરી શકે છે. મોદી સરકારના અનેક દિગ્ગજ મંત્રીઓ હાલ રાજ્યસભામાંથી સાંસદ છે. આ ઉપરાંત અનેક વરિષ્ઠ નેતાઓને પણ તેમની મનગમતી લોકસભા સીટો વિશે જણાવવાનું કહેવાયું છે. એવું પણ કહેવાય છે કે ભાજપ સાંસદોએ 3-3 વિકલ્પ પણ આપ્યા છે. એવું પણ જણાવ્યું છે કે અનેક મંત્રીઓ દિલ્હીથી સીટ માંગી રહ્યા હતા. જો કે પાર્ટી નેતૃત્વ ઈચ્છે છે કે હાઈ પ્રોફાઈલ મંત્રી પોતાના મૂળ રાજ્યથી જ ચૂંટણી લડે. ખાસ કરીને એવા મંત્રી કે જેમના પોતાના રાજ્યમાં પાર્ટીનું સંગઠન નબળું છે. પાર્ટીને લાગે છે કે દિગ્ગજ નેતાઓ ત્યાં જાય તો લોકસભા ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજ નેતા વિશે મોટો ખુલાસો!
પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા વિશે એક મોટી  જાણકારી સામે આવી છે. અત્રે જણાવવાનું કે જે પી નડ્ડાનો રાજ્યસભામાં આ બીજો કાર્યકાળ છે જે આ વર્ષે પૂરો થઈ રહ્યો છે. અમર ઉજાલાના રિપોર્ટ મુજબ પાર્ટીએ રાજ્યસભામાં એક નેતાને બે વખતથી વધુ કાર્યકાળ ન આપવાની પોતાની નીતિને અનુસરીને નડ્ડાને આ વખતે લોકસભા ચૂંટણી ન લડાવવાનો નિર્ણય લીધો છે. આ પોલીસી હેઠળ ભાજપે કેન્દ્ર સરકારમાં મંત્રી હોવા છતાં મુખ્તાર અબ્બાસ નકવીને ફરીથી રાજ્યસભા મોકલ્યા નહતા. હવે નડ્ડાને લોકસભા ચૂંટણીમાં ઉતારીને પાર્ટી પોતાના નેતાઓને હકારાત્મક સંદેશો પણ આપી શકશે. 


આ રાજ્યથી લડશે ચૂંટણી!
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડે તેવી ચર્ચા તેજ થઈ છે. હિમાચલ પ્રદેશના રહીશ નડ્ડાનો જન્મ જોકે પટણામાં થયો હતો. પટણામાં 1960માં જન્મેલા નડ્ડા પટણા યુનિવર્સિટીમાંથી બીએ થયા બાદ તેમણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીથી એલએલબી કર્યું. 1993માં તેઓ પહેલીવાર હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા. 1998માં ફરીથી ચૂંટણી જીત્યા અને ભાજપ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી બનયા. 2012માં રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બન્યા. જાન્યુઆરી 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 


400 પ્લસનો ટાર્ગેટ
રામ મંદિરના નિર્માણ વચ્ચે લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. ભાજપે મતદારનો આકર્ષવા માટે જાત જાતના નારા પણ બનાવ્યા છે. વિપક્ષના ગઠબંધનને જોતા  ભાજપે આ વખતે 50 ટકા મત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ મોદીની લોકપ્રિયતાના આધારે ઐતિહાસિક જીત મેળવવા માટે ભાજપે અબ કી બાર 400 પાર, ત્રીસરી બાર મોદી સરકારનો નારો આપ્યો છે. મોદી કી ગેરંટી જેવા અન્ય નારાઓથી યુવાઓને પણ આકર્ષવાની કોશિશ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube