ભાજપ માટે ચોંકાવનારી આગાહી! જાણો કેટલું સટીક છે દેશનું સૌથી મોટું ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Market Prediction on BJP: દેશમાં અત્યાર સુધીમાં ચોથા તબક્કા સુધીનું મતદાન પૂરું થયું છે. ભાજપે આ વખતે એનડીએ માટે 400 પાર અને ભાજપ માટે 370 પારનો નારો આપેલો છે. પરંતુ ફલોદી સટ્ટાબજારનું આકલન તો કઈક અલગ જ છે. આ ફલોદી સટ્ટા માર્કેટની આગાહીઓ કેટલી સટીક હોય તે તમને પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન થતો હોય. મોટા મોટા નેતાઓના હ્રદયના ધબકારાઓ કેમ વધી જતા હોય છે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે ફલોદી સટ્ટા બજાર વિશે જાણવું જરૂરી છે.
Phalodi Satta Market Prediction on BJP: દેશમાં ચોથા તબક્કાનું મતદાન પૂરું થયું છે અને હવે જલદી પાંચમા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપે આ વખતે એનડીએ માટે 400 પાર અને ભાજપ માટે 370 પારનો નારો આપેલો છે. પરંતુ ફલોદી સટ્ટાબજારનું આકલન તો કઈક અલગ જ કહે છે. સટ્ટા બજારનું કહેવું છે કે પીએમ મોદી અને ભાજપ માટે આ વખતે 370 પારનું સપનું પૂરું થશે નહીં.
કેટલીક આગાહીઓ રહી છે સચોટ
ફલોદી સટ્ટા બજારનું તો એવું પણ માનવું છે કે આ વખતે ભાજપ ગત વખત જેટલી સીટો પણ મેળવી શકશે નહીં એટલે કે 303 કરતા ઓછી સીટો મળી શકે છે. દેશનું સૌથી મોટું સટ્ટા બજાર ચૂંટણી ટાણે તેની આગાહીઓને લઈને ચર્ચામાં આવી જાય છે. આ ફલોદી સટ્ટા માર્કેટની આગાહીઓ કેટલી સટીક હોય તે તમને પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન થતો હોય. મોટા મોટા નેતાઓના હ્રદયના ધબકારાઓ કેમ વધી જતા હોય છે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે ફલોદી સટ્ટા બજાર વિશે જાણવું જરૂરી છે.
ક્યાં છે ફલોદી સટ્ટા બજાર
ફલોદી રાજસ્થાનમાં નવા બનેલા 17 જિલ્લાઓમાંથી એક છે. પહેલા તે જોધપુરમાં આવતું હતું અને જોધપુર શહેરથી લગભગ સવા સો કિલોમીટર દૂર છે. દેશ પ્રદેશ અને દુનિયાના રાજકારણ ઉપરાંત અહીં ખેલો ઉપર પણ સટ્ટો રમાય છે. ખાસ કરીને ભારતમાં ચૂંટણી અને ક્રિકેટ દરમિયાન આ સટ્ટા બજાર ખાસ સક્રિય રહે છે. આ જ કારણ છે કે નેતાઓ ફલોદી સટ્ટા બજારથી આવતા ભાવ પર બાજ નજર રાખતા હોય છે.
કોના પર અને કેવી રીતે લાગે છે સટ્ટો
એવું કહેવાય છે કે ફલોદીમાં રોજ અઘોષિત રીતે કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે. સવારે 11 વાગ્યાથી રાત સુધી મોટાભાગે તમામ મુદ્દાઓ પર સટ્ટો લાગે છે. વેપારીઓ અને સટોડિયાઓ વરસાદ, પાક, ચૂંટણી, ક્રિકેટથી લઈને અનેક મુદ્દાઓ પર જેમ કે રસ્તા પર બે સાંઢ લડતા હોય તો કોણ જીતશે અને કોણ હારશે તેવી મામૂલી બાબતો ઉપર પણ સટ્ટો લગાવતા હોય છે.
નાનાથી લઈને મોટા સુધી ફલોદી સટ્ટા બજારમાં એક્ટિવ
એટલું જ નહીં કોઈએ જૂતું ફેંક્યુ હોય તો તે સીધુ પડશે કે ઉલ્ટું પડશે તેના ઉપર પણ સટ્ટો રમાતો હોય છે. બધુ મળીને અહીં ગલીથી લઈને ઘરો સુધી અને નાનાથી લઈને મોટા સુધી ફલોદી સટ્ટા બજારમાં એક્ટિવ હોય છે.
કેવી રીતે કામ કરે છે આ સટોડિયાઓ
હવે સવાલ એ છે કે આખરે ફલોદીના સટોડિયાઓ આગાહીઓ કેવી રીતે કરતા હોય છે. તેની પાછળ તેમના તર્ક છે. માની લો કે તેમણે ચૂંટણીમાં હાર જીત પર સટ્ટો લગાવો છે તો તેઓ તમામ છાપાં અને મીડિયાની ખબરો જોશે વાંચશે અને નેતાઓની સભાઓમાં આવતી ભીડ જોશે, લોકો સાથે ચર્ચા કરે છે, નેતાઓના ક્ષેત્રોમાં સામાન્ય લોકો સાથે વાતચીત કરે છે.
કયા નેતાને પસંદ કરવામાં આવે છે, કોને નાપસંદ. પાર્ટીની સ્થિતિ શું છે અને એટલે સુધી કે પોતાના સટ્ટા નેટવર્કમાં બાકી સટોડિયાઓ કોના પર સૌથી વધુ દાવ લગાવી રહ્યા છે તે બધુ જુએ છે અને પોતાનો એક કલેક્ટિવ ઓપિનિયન તૈયાર કરે છે. તેને આધાર બનાવીને ટ્રેન્ડ નક્કી કરાય છે. જેના આધારે ચૂંટણીઓમાં જીત હારના દાવા થાય છે.
કેટલું સટીક છે ફલોદી સટ્ટા બજાર?
ગત વર્ષ કર્ણાટક ચૂંટણી થઈ હતી. ફલોદીની સટીકતાનું આકલન કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામથી લગાવી શકાય છે. ફલોદી સટ્ટા બજારે કર્ણાટકમાં કોંગ્રેસને 137 અને ભાજપને 55 બેઠકો આપી હતી. પરિણામે કોંગ્રેસને 136 અને ભાજપને 66 બેઠકો ગઈ. ફલોદીની આ ભવિષ્યવાણી ઠીક ઠાક રહી.
હિમાચલ પ્રદેશમાં પણ કાંટાની ટક્કર
આ અગાઉ ફલોદી સટ્ટા બજારે ગુજરાતમાં પણ ભાજપ સરકાર રિપીટ થવાનું અનુમાન કર્યું હતું. જે સાચું પડ્યું. હિમાચલ પ્રદેશમાં પણ કાંટાની ટક્કર વચ્ચે કોંગ્રેસની જીતની આગાહી કરી હતી. જે સાચી પડી.
500 વર્ષ જૂનું બજાર?
ફલોદી સટ્ટા બજાર આખી દુનિયામાં પોતાના કારનામાઓને કારણે વિખ્યાત છે. ફલોદીના જાણકારોનું કહેવું છે કે અહીં સટ્ટો તો 450-500 વર્ષથી પરંપરાગત રીતે રમાતો રહ્યો છે. એવો પણ દાવો છે કે ફલોદીમાં દરેક ઘરમાં જે વડીલો છે તે સટ્ટામાં જોડાયેલા છે અને યુવાપેઢી અભ્યાસમાં લાગેલી છે. તેઓ ભણી ગણીને જજ અને સીએ બની રહ્યા છે. દાવો છે કે દેશભરમાં સૌથી વધુ સીએ ફલોદીથી છે.
યુવાઓની સૌથી સારી વાત એ છે કે મોટાભાગે તેઓ સટ્ટાથી દૂર છે. હવે આવામાં જોવાનું એ રહેશે કે ફલોદીના સટોડિયાઓનું અનુમાન કેટલું સાચું પડે છે. પરંતુ અત્યારે તો નેતાઓના હ્રદયના ધબકારા વધેલા છે.
ચોથા તબક્કાના મતદાન બાદ શું કહે છે સટ્ટા બજાર
અત્રે જણાવવાનું કે ગઈ કાલે ચોથા તબક્કાનું મતદાન પૂરું થયું. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો માટે મતદાન યોજાયું. પરિણામ 4 તારીખે જાહેર થશે. દરેક તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ સતત નબળી થતી જોવા મળી રહી છે. હવે તો એ આગાહી કરવામાં આવી રહી છે કે ભાજપને 300 સીટો પણ મળશે નહીં.
અત્રે જણાવવાનુંકે દેશમાં લોકસભાની કુલ 543 સીટો છે. અત્યાર સુધીના વોટિંગને જોતે સટ્ટા બજારે આગાહી કરી છે કે ભાજપ 296 થી 300 સીટો જીતી શકે છે. NDA નો આંકડો 329 થી 332 સુધી પહોંચી શકે છે. આ સીટો 2019ની સરખામણીએ ઓછી છે. ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ જાણો.
ફલોદી સટ્ટા બજારનો રાજ્યવાર અંદાજ
ઉત્તર પ્રદેશમાં 64-65 બેઠકો
મધ્યપ્રદેશમાં 27-28 બેઠકો
રાજસ્થાનમાં 18-20 બેઠકો
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
ઓડિશામાં 11-12 બેઠકો
પંજાબમાં 2-3 બેઠકો
તેલંગાણામાં 5-6 બેઠકો
હિમાચલમાં 4 બેઠકો
પશ્ચિમ બંગાળમાં 20-22 બેઠકો
દિલ્હીમાં 6-7 બેઠકો
હરિયાણામાં 5-6 બેઠકો
ઝારખંડમાં 10-11 બેઠકો
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો
છત્તીસગઢમાં 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં 5 બેઠકો
Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો હેતુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube