NEET CUET UPSC Prelims 2024: લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. રાજકીય પક્ષો પોત પોતાના પક્ષને જીતાડવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે એક સવાલ એ પણ સામે આવ્યો કે, શું લોકસભાની ચૂંટણીઓની અસર અન્ય સરકારી પરીક્ષાઓ પર પડશે ખરા? શું ભારતમાં લેવાતી NEET, CUET અને UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા પર આ ચૂંટણીઓને કારણે કોઈ અસર થશે ખરાં? જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચૂંટણીઓ આ સરકારી નોકરીની પરીક્ષાઓને નડશે?
આ વર્ષે ભારતમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, જેની તારીખો પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે, ભારતમાં સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે, જે 7 તબક્કામાં હાથ ધરવામાં આવશે. 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણી 1 જૂને યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે યોજાનારી અનેક મહત્વની પરીક્ષાઓની તારીખો લોકસભા ચૂંટણીની તારીખો સાથે ટકરાઈ રહી છે. તેથી ICAI CA મે 2024ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. હવે એ જોવાનું રહ્યું કે NEET-UG, CUET-UG અને UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2024 મુલતવી રાખવામાં આવશે કે નહીં. તે પણ જાણવા જેવું છે. 


હકીકતમાં, 18મી લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થયા બાદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે ICAI CA ફાઉન્ડેશન, મે 2024ની ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. હવે આ પરીક્ષાઓનું નવું શેડ્યૂલ 19 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવશે. લેટેસ્ટ અપડેટ મુજબ લોકસભા ચૂંટણીને કારણે CUET UG પરીક્ષા કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય એવું NTA નું નિવેદન સામે આવ્યું છે. 


CUET-UG 2024-
CUET UG 2024 વિશે વાત કરીએ તો, જાહેર કરાયેલ સત્તાવાર શેડ્યૂલ મુજબ, પરીક્ષાઓ 15 મે થી 31 મે, 2024 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે પરીક્ષાની તારીખો ચૂંટણીની તારીખો સાથે અથડાઈ રહી છે અને UGCના અધ્યક્ષ જંદિશ કુમારે જણાવ્યું હતું કે CUET UG 2024 પરીક્ષાની તારીખો લોકસભા ચૂંટણીના સમયપત્રકના આધારે બદલવામાં આવશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી.


Neet UG 2024-
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ 2024 (NEET-UG 2024) આ વર્ષે 5 મેના રોજ લેવામાં આવનાર છે, પરંતુ આ પરીક્ષાની તારીખ પણ ચૂંટણીની તારીખો વચ્ચે આવી રહી છે. જો કે, NTA એ પરીક્ષા મુલતવી રાખવા અંગે કોઈ જાહેરાત કરી નથી, તેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના સમયપત્રક પર અપડેટ્સ માટે અધિકૃત વેબસાઇટ nta.ac.in તપાસતા રહે.


UPSC પ્રિલિમ પરીક્ષા 2024-
આ વર્ષે, UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2024 26 મી મેના રોજ યોજાવાની છે, પરંતુ UPSC પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ ચૂંટણી સમયપત્રક સાથે અથડામણ કરી રહી છે, તેથી એવી અપેક્ષા છે કે UPSC પ્રિલિમ પરીક્ષાની તારીખો પણ મોકૂફ રાખવામાં આવશે.