Lok Sabha Election : 8-8 વાર મતદાન કરનાર છોકરો ઝડપાયો, આજે પાંચમાં તબક્કાનું મતદાન
Video Viral: ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને 8 વખત મત આપ્યાં હતાં. એટલું જ નહીં આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા.
Lok Sabha Chunav 2024 Updates: દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે આજે દેશના 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનનો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે. લોકસભાની 49 બેઠકો પર અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર લાગેલું છે. જેમાં યુપીની અમેઠી અને રાયબરેલી સીટ પણ સામેલ છે. રાયબરેલીથી રાહુલ ગાંધી પોતે મેદાનમાં છે. બિહાર અને મહારાષ્ટ્રમાં પણ કેટલીક હાઈપ્રોફાઈલ સીટો છે.
8-8 વાર મતદાન કરનાર યુવક ઝડપાયોઃ
ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને 8 વખત મત આપ્યાં હતાં. એટલું જ નહીં આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા. જેને કારણે ચૂંટણી પંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ યુવકને હાલ ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છેકે, ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ બૂથ કેપ્ચરિંગ પર ઉતરી આવી છે.
આજની ચૂંટણીની વાત કરીએ તો...
એક આંકડો એવું પણ દર્શાવે છેકે, જો આજે પાંચમાં તબક્કાની કુલ 49 સીટો પર 63 ટકા મતદાન થશે તો છેલ્લાં 15 વર્ષનો રેકોર્ડ તૂટી જશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે ના રોજ થશે. જેમાં દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થશે.
આજે મહારાથીઓ મેદાનમાંઃ
આજે પાંચમા તબક્કામાં, મોદી સરકારના મંત્રીઓ રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, પીયૂષ ગોયલ તેમજ ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી જેવા દિગ્ગજ નેતાઓની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે ચિરાગ પાસવાનની હાજીપુર સીટ અને રોહિણી આચાર્યની સરન પર પણ મતદારો પોતાનો ચુકાદો આપશે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના પ્રવાસે છે. તેઓ સવારે પુરીમાં રોડ શો કરવાના છે. સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી વિશાળ રેલીઓ યોજાશે. સીએમ યોગી આદિત્યનાથ આજે સિરસામાં રેલી કરશે. લોકસભા ચૂંટણીની દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલાં રહો...