Phalodi Satta Bazar News: લોકસભા ચૂંટણી 2024માં રાજસ્થાનના તમામ 25 બેઠકો માટે મતદાન થઈ  ચૂક્યું છે. 4 જૂને હવે મતગણતરી હાથ ધરાશે. આ અગાઉ ફલૌદી સટ્ટા બજારે ઉમેદવારોની હાર જીતનું જે અનુમાન જાહેર કર્યું તેનાથી કેટલાક ખુશ છે પરંતુ કેટલાકની ઊંઘ ઉડી ગઈ છે. ઊંઘ ઉડનારા નેતાઓમાં એવા પણ નેતાઓ સામેલ છે જે ચૂંટણી લડ્યા વગર જ ટેન્શનમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2024માં પોતે ચૂંટણી ન લડતા હોવા છતાં ફલૌદી સટ્ટા બજારનો ભાવ જોઈને ચિંતિત થનારાઓમાં દિગ્ગજ પૂર્વ સીએમ અશોક ગેહલોત, રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના કેબિનેટ મંત્રી ડો. કિરોડીલાલ મીણા તથા પૂર્વ મંત્રી રાજેન્દ્ર  રાઠોડનું નામ સામેલ છે. તેમની પ્રતિષ્ઠા રાજસ્થાન લોકસભા ચૂંટણીમાં જાલૌર, ચુરુ અને દૌસા બેઠક પર દાવ પર લાગી છે. 


વાત જાણે એમ છે કે પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જાલૌરથી કોંગ્રેસની ટિકિટ પર, કિરોડીલાલ મીણાના નીકટના કન્હૈયાલાલ મીણા દૌસાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ચુરુથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ઝઝડિયા છે. અહીં ભાજપના હાલના સાંસદ રાહુલ કસ્વા અને રાજેન્દ્ર રાઠોડ વચ્ચે 'જયચંદવાળી રાજકીય' લડાઈ કોઈથી છૂપાયેલી નથી. 


જાલૌરમાં વૈભવ ગેહલોત Vs લુંબારામ ચૌધરી
પૂર્વ સીએમ અશોક ગેહલોતના પૂત્ર વૈભવ ગેહલોત અહીંથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણી જોધપુરથી ગજેન્દ્રસિંહ શેખાવત સામે હારી ગયા હતા. આ વખતે જાલૌરમાં ભાજપના લુંબારામ સામે મુકાબલો છે. ફલૌદી સટ્ટા બજારે જાલૌરમાં વૈભવ ગેહલોતની જગ્યાએ લુંબારામ ચૌધરીની જીતનું અનુમાન વ્યક્ત કર્યું છે. અહીં ભાજપની જીતનો ભાવ 30-35 પૈસા અને કોંગ્રેસના 2 રૂપિયા 50 પૈસા છે. સટ્ટા બજારમાં ઓછા ભાવવાળાની જીતવાની શક્યતા વધુ હોય છે. 


ચુરુમાં રાહુલ કસ્વાં Vs દેવેન્દ્ર ઝાઝડિયા
ચુરુમાં આ વખતે મુકાબલો રોમાંચક છે. ભાજપે હાલના સાંસદ રાહુલ કસ્વાની ટિકિટ કાપીને પેરાલિમ્પિક ખેલાડી દેવેન્દ્ર ઝાઝડિયાને મેદાનમાં ઉતાર્યા છે. ચર્ચા છે કે દિગ્ગજ નેતા રાજેન્દ્ર રાઠોડે ટિકિટ કપાવી. બાદમાં રાહુલ કસ્વાં કોંગ્રેસ જોઈન કરીને તેમના ઉમેદવાર બની ગયા. ફલૌદીમાં દેવેન્દ્રનો ભાવ 1 રૂપિયા 25 પૈસા અને કસ્વાંનો ભાવ 60-70 પૈસા છે. 


દૌસા લોકસભા સીટ પર કન્હૈયાલાલ મીણા Vs મુરારીલાલ મીણા
ફલૌદીના સટોડિયાઓએ ભાજપના કન્હૈયાલાલ મીણાની જીતનો ભાવ 1 રૂપિયા 30 પૈસા અને કોંગ્રેસના મુરારી લાલ મીણાની જીતનો ભાવ 60-70 પૈસા લગાવ્યો છે. દૌસાના રહીશ ડો. કિરોડીલાલ મીણાએ કન્હૈયાલાલ માટે  ખુબ જોર  લગાવ્યું છે. એટલે સુધી કહી દીધુ કે કન્હૈયાલાલ મીણા જો ચૂંટણી હારી જાય તો કિરોડીલાલ મીણા ચાર જૂને કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દેશે. 


Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો હેતુ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube