નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે.. તો પીએમ મોદી ખુદ ઉત્તર ભારતની કમાન સંભાળી રહ્યા છે.. પીએમ મોદી આજે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો.. જ્યાં કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન પર શાબ્દિક ફાયરિંગ કર્યું.. તો સાંજે પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો... જે 400 પારના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર મોદીનો ઉત્તર ભારતમાં ધુંઆધાર પ્રચાર યથાવત છે.. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપે પ્રચાર માટે પૂર્ણ જોર લગાવી દીધું છે.. પીએમ મોદીએ આજે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જંગી સભા ગજવી.... પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પ્રચાર કર્યો, જ્યાં વરૂણ ગાંધીની ટિકિટ કાપીને જીતનપ્રસાદને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે આ કાર્યક્રમમાં વર્તમાન સાંસદ એવા વરૂણ ગાંધી ગેરહાજર રહ્યા હતા.. તો મોદીએ જીતનપ્રસાદ માટે મત માગવાની સાથે સાથે વિપક્ષ પર આકરા વાર કર્યા હતા.. પીએમ મોદીએ ચૈત્રી નવરાત્રીની શુભેચ્છા પાઠવતા શક્તિના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો..  આ સાથે જ રામ મંદિરનું નિમંત્રણ ફગાવીને ઈન્ડિયા ગઠબંધને ભગવાન રામનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો...  


ઉત્તરપ્રદેશ બાદ પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના બાલાઘાટમાં રેલી કરી... જ્યાં કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે, કોંગ્રેસની સરકાર માત્ર ગણતરીના શહેરોનો જ વિકાસ કરતી હતી.. પરંતુ મોદી સરકાર દેશના દરેક શહેર સુધી વિકાસકાર્યો લઈને પહોંચી છે.. સાથે જ કહ્યું કે, હજુ તો ત્રીજી ટર્મમાં વિકાસનું રોકેડ છોડવાનું છે..


આ પણ વાંચો- 400 પારના ટાર્ગેટમાં ભાજપ ક્યાંક 263 પર ના આવી જાય, 40 બેઠકો પર છે મોટો ખતરો


એક તરફ મોદીએ ઉત્તર ભારતમાં દમ દેખાડ્યો.. તો અમિત શાહે પૂર્વોત્તરના રાજ્ય આસામમાં કમાન સંભાળી.... આસામમાં અમિત શાહે ચીનનો મુદ્દો ઉઠાવીને નહેરુ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો... અને કહ્યું કે, સંકટના સમયે જવાહરલાલ નહેરુએ આસામને બાય-બાય કહી દીધું હતું... 


ભાજપ સતત 400 પારના લક્ષ્ય પર આગળ વધી રહ્યું છે.. ઉત્તર પ્રદેશની તમામ 80, મધ્યપ્રદેશની 29 બેઠકો જીતીને ભાજપ ક્લીન સ્વીપ કરવા માગે છે.. તો આસામમાં પણ 14 બેઠકો જીતવા માટે દમ લગાવી રહ્યા છે.. બીજી તરફ કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન ભાજપના વિજયરથને રોકવા મહેનત કરી રહ્યું છે. જોકે આ મહેનતનું પરિણામ 4 જુને સામે આવશે. જેમા ખબર પડશે કે કોનામાં છે કેટલો દમ?