કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર રાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા. કેમ કે રાહુલ ગાંધી વાયનાડ બેઠકની સાથે સાથે રાયબરેલી બેઠક પરથી પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધીના નામની મહોર મારી છે. ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી, બનેવી રોબર્ટ વાડ્રા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે રાયબરેલી પહોંચ્યા. જ્યાં તેમણે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર ઓફિસ પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવી.... 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાહુલ ગાંધી વધુ એક બેઠક પર ચૂંટણી લડશે

  • અમેઠી છોડીને રાહુલ રાયબરેલીથી મેદાનમાં

  • અમેઠી છોડવું જ હતું તો સસ્પેન્સ કેમ રાખ્યું?

  • રાયબરેલીનું રણ રાહુલ માટે નહીં રહે સરળ

  • 2 ટર્મમાં કોંગ્રેસના વોટમાં 15%નો ઘટાડો થયો


રાહુલ ગાંધીનું નામ અમેઠીની જગ્યાએ રાયબરેલી બેઠક પરથી જાહેર થતાં ભાજપને ફરી એકવાર તેમના પર નિશાન સાધવાની તક મળી ગઈ. ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા તો સાથી પક્ષના નેતાઓએ કોંગ્રેસ પક્ષના નિર્ણયને આવકાર્યો અને તેનાથી યુપીમાં અનેક બેઠકો પર અસર થશે તેવો દાવો કર્યો....


જોકે રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસે અમેઠીની જગ્યાએ રાયબરેલી બેઠક પરથી નામ જાહેર કરીને મોટી ભૂલ કરી છે... કેમ કે જો રાહુલ ગાંધી અમેઠીથી લડ્યા હોત તો આખી યુપીમાં માહોલ પક્ષના ખાતામાં જાત. રાયબરેલી બેઠકથી જીતશે તો પણ તેની કોઈ અસર નહીં થાય...


અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તો બીજેપીને મોટો પડકાર આપી શક્યા હોત. રાયબરેલીથી લડીને તે કોઈ રાજકીય સંદેશ આપી નહીં શકે. અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તો કાર્યકરોનું મનોબળ વધી જાત. રાયબરેલીથી લડવાના કારણે ભાજપ વારંવાર પ્રહારો કરશે. જોકે રાયબરેલી બેઠક પર ચૂંટણી લડવાનું રાહુલ ગાંધી માટે એટલા માટે મહત્વનું છે... કેમ કે રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત સીટ છે. અમેઠીની સરખામણીએ રાયબરેલી સુરક્ષિત બેઠક છે. વારસાગત બેઠક અને ભાવનાત્મક જોડાણ છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવા તૈયાર થયા નહીં.. ઉત્તર પ્રદેશમાં હાજરી નોંધાવવા માટે જરૂરી હતું. સોનિયા ગાંધી 2004થી રાયબરેલીથી છે સાંસદ...


જોકે રાયબરેલી પર રાહુલ ગાંધીના આવવાથી ભાજપ વધુ મજબૂત બન્યું છે. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે જણાવ્યું કે રાયબરેલીના લોકો ગાંધી પરિવારને જડબાતોડ જવાબ આપશે. રાહુલ ગાંધી માટે રાયબરેલી બેઠક પણ જીતવી સરળ નથી... કેમ કે છેલ્લી 2 ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે... ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે રાયબરેલીની પરંપરાગત બેઠક કોંગ્રેસ જાળવી રાખે છે કે પછી ભાજપ કોઈ મેજિક કરશે?....


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube