ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન, ફરી ભાજપને મોકો આપ્યો
ગુજરાતમાં પણ ક્ષત્રિય વિવાદને પગલે કોંગ્રેસને સીધો ફાયદો મળી રહ્યો હતો ત્યાં કર્ણાટકમાં રાજા-મહારાજાઓ પર નિવેદન કરી રાહુલે ભાજપને મોકો આપ્યો અને ગુજરાતમાં ક્ષત્રિય વિવાદમાં પલિતો ચાંપ્યો.. આ પહેલાં પણ રાહુલ એવા નિવેદન કરી ચૂક્યા છે જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચાર દરમિયાન વારંવાર આદિવાસી સમાજ અને ખાસ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પર એક ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીનું કહેવું છેકે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને એટલા માટે ન બોલાવવામાં આવ્યા કેમ કે તેઓ આદિવાસી છે. જોકે, આ નિવેદન તેઓ પોતાની યાત્રા દરમિયાન પણ આપતા હતા અને હવે ચૂંટણી પ્રચાર વખતે પણ આપી રહ્યા છે. જોકે, રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રાહુલ ગાંધીનું આ નિવેદન વખોડી નાખવામાં આવ્યું છે અને આ પ્રકારના નિવેદનથી કોમી સૌહાર્દ ડહોળવાનો આરોપ લગાવ્યો છે.. જુઓ રિપોર્ટ..
ગુજરાતમાં પણ ક્ષત્રિય વિવાદને પગલે કોંગ્રેસને સીધો ફાયદો મળી રહ્યો હતો ત્યાં કર્ણાટકમાં રાજા-મહારાજાઓ પર નિવેદન કરી રાહુલે ભાજપને મોકો આપ્યો અને ગુજરાતમાં ક્ષત્રિય વિવાદમાં પલિતો ચાંપ્યો.. આ પહેલાં પણ રાહુલ એવા નિવેદન કરી ચૂક્યા છે જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. આજે તેઓ ફરી ભાન ભૂલ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાય રાહુલ ગાંધીના નિવેદનને અયોગ્ય ગણાવી રહ્યા છે.. ચંપત રાય રાહુલ ગાંધીના એ નિવેદનને અયોગ્ય ગણાવી રહ્યા છે જેને રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં વારંવાર હથિયાર તરીકે ઉપયોગ કરે છે..
એવું નથી કે, રાહુલ ગાંધીએ આ નિવેદન પહેલીવાર આપ્યું હોય પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધી અવાર નવાર રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીને આદિવાસીઓ સાથે જોડીને સરકાર પર પ્રહાર કરી ચૂક્યા છે. જોકે, હવે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાયે જ રાહુલ ગાંધીના નિવેદનને અયોગ્ય ગણાવ્યું. રાહુલ ગાંધીના નિવેદનને અયોધ્યાના સાધુ સંતો પણ વખોડી રહ્યા છે.. અયોધ્યાના સાધુ સંતોએ પણ સ્પષ્ટ કર્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં સૌથી પહેલાં આમંત્રણ દેશના રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ અંગત કારણોસર તેઓ હાજર રહી શક્યા નહીં..
જોકે, આવું પહેલીવાર નથી બન્યુ કે, રાહુલ ગાંધીએ કોઈ નિવેદન આપ્યું હોય અને તેની સ્પષ્ટતા કરવી પડી હોય. આ પહેલાં પણ રાહુલ ગાંધી અનેક એવા નિવેદન આપી ચૂક્યા છે જેને લઈને કાં તો તેઓએ પોતે અથવા તો બીજા પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સવાલ એ છેકે, રાહુલ ગાંધી આ પ્રકારે વિવાદિત નિવેદન શા માટે આપી રહ્યા છે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube