Lok Sabha Election 2024: UPમાં આઘાતજનક પરિણામો બાદ ભાજપ યોગીને હટાવશે...શું સાચી પડશે કેજરીવાલની આ વાત?
Uttar Pradesh Lok Sabha Election Result: જે રાજ્યમાંથી ભાજપને ખોબલે ખોબલે મતો મળતા હતા ત્યાંથી અત્યારે મોટો ઝટકો મળતો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડમાં યુપીમાં ભાજપ અનેક સીટો પર પછડાતું જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધન પ્રદેશની 80 બેઠકોમાંથી 42 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ 37 બેઠકો પર આગળ છે.
Lok Sabha Election 2024: આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામનો દિવસ છે. જે રાજ્યમાંથી ભાજપને ખોબલે ખોબલે મતો મળતા હતા ત્યાંથી અત્યારે મોટો ઝટકો મળતો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડમાં યુપીમાં ભાજપ અનેક સીટો પર પછડાતું જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધન પ્રદેશની 80 બેઠકોમાંથી 42 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ 37 બેઠકો પર આગળ છે. એક સીટ આઝાદ સમાજ પાર્ટીને મળતી જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન હાલ ખાસ્સું ચર્ચામાં આવ્યું છે.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી બાદ યુપીમાં સત્તા પરિવર્તન થશે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે એવો પણ દાવો કર્યો હતો. લખનઉમાં ઈન્ડિયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે સીએમ યોગી આદિત્યનાથ પર મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવ્યા હતા. તેમણે મને ગાળો આપી હતી. યોગીજી હું તમને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે તમારા અસલ દુશ્મન તમારી જ પાર્ટીમાં છે. ભાજપમાં તમારા દુશ્મનો સામે લડો. તમે કેજરીવાલને કેમ ગાળો આપો છો?
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તમને હટાવવા માંગે છે. તમને યુપીના સીએમની ખુરશીથી હટાવવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે. તમે તેમને પહોંચી વળો. કેજરીવાલે લોકોને કહ્યું હતું કે ઈન્ડિયાને બચાવવું હોય તો ઈન્ડિયા ગઠબંધનને જીતાડવાનું છે.
શું થશે ફેરફાર
યુપીની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભાજપ મોટા સ્તરે પછડાઈ રહ્યું છે. પાર્ટીને 30થી વધુ બેઠકો પર નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ આ વખતે લીડ લઈ રહી છે. 2009ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ એકવાર ફરીથી પ્રદેશમાં મોટી લીડ લેતી જોવા મળી રહી છે. જ્યારે સમાજવાદી પાર્ટી પણ અત્યાર સુધીના સૌથી સારા પ્રદર્શનના કગાર પર છે.
1992માં સમાજવાદી પાર્ટીની રચના બાદથી અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન છે. પાર્ટી 35 સીટો પર લીડ લેતી જોવા મળી રહી છે. તેનાથી ઈન્ડિયા ગઠબંધનની રણનીતિ સારી રીતે ગ્રાઉન્ડ પર ઉતરતી જોવા મળી. ભાજપના પક્ષમાં મોહોલ બનતો જોવા ન મળી શક્યો. આવામાં ભાજપ પ્રદેશ નેતૃત્વમાં ફેરફાર કરવાની રણનીતિ પર કામ કરી શકે છે. જેના પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.