લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો માટે મતદાન યોજાયું. સાથે સાથે આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા બેઠક અને ઓડિશાની 28 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યારે દેશના કયા રાજ્યોમાં ચૂંટણી યોજાઈ?. કયા-કયા મહારથીઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું? ક્યાં કેટલું મતદાન થયું...તે તમામ વિગતો જાણો આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું થયું મતદાન
10 રાજ્યોની કુલ 96 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું. અત્યાર સુધીમાં ચાર તબક્કાઓમાં 379 બેઠકો માટે મતદાન પૂરું થયું. મતગણતરી 4થી જૂનના રોજ હાથ ધરાશે. ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ચોથા તબક્કામાં સરેરાશ 63.04 ટકા મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન નોંધાયુ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન થયું. 


ચૂંટણીનો ચોથો તબક્કો પૂર્ણ


  • 96 બેઠકો પર મતદારોએ કર્યુ મતદાન

  • ભાજપ-કોંગ્રેસના નેતાઓની શાખ EVMમાં કેદ

  • 4 તબક્કામાં 379 બેઠકો પર મતદાન પૂરું થયું

  • 4 જૂને મહારથીઓના ભાવિનો થશે ફેંસલો

  • શું સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube