BJP Leaders Meeting: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ભાજપના અનેક ટોચના નેતાઓએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના ઘરે મુલાકાત કરી. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ શાહ અને નડ્ડા ઉપરાંત મહાસચિવ સંગઠન બી.એલ સંતોષ  7 લોકકલ્યાણ માર્ગની બેઠકમાં હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રીમંડળની સાથે સાથે પાર્ટીમાં પણ ફેરબદલની ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેટલાક મંત્રીઓને પાર્ટીમાં કોઈ પદ આપવામાં આવશે જ્યારે કેટલાક પાર્ટી નેતાઓેને સરકારમાં પદ આપવામાં આવશે. આ અગાઉ શાહ, નડ્ડા, અને સંતોષે છેલ્લા કેટલાક દિવસોમાં 3 બેઠકો કરી હતી. ભાજપ નેતાઓએ આરએસએસ સાથે બેઠકોની વિગતો પણ શેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રએ કહ્યું કે 3 નેતાઓએ પોતાની ચર્ચાઓનું રૂપરેખા અને તે બેઠકો દરમિયાન મળેલા ફીડબેક પ્રધાનમંત્રી સાથે શેર કર્યા છે અને આવનારા દિવસોમાં તારણો પર પહોંચતા પહેલા વધુ બેઠકો થશે. 


સંસદ સત્ર પણ શરૂ થવાનું છે
આ બેઠક એવા સમયે થઈ છે કે જ્યારે સંસદનું સત્ર પણ કેટલાક દિવસોમાં શરૂ થવાનું છે. સંસદનું મોનસુન સત્ર જુલાઈના ત્રીજા  અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે. જેમાં શરૂઆતમાં બેઠક જૂના સંસદ ભવનમાં થઈ શકે છે અને બાદમાં નવા ભવનમાં સત્ર ચાલી શકે છે. સંસદના નવા ભવનનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ કર્યું હતું. 


લગભગ એક મહિનો ચાલનારા આ મોનસૂન સત્રમાં 20 બેઠક થઈ શકે છે અને તે સ્વતંત્રતા દિવસ પહેલા સમાપ્ત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થશે અને બાદમાં નવા સંસદ ભવનમાં બેઠક થઈ શકે છે. 


આગામી સત્રમાં સરકાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધ્યાદેશની જગ્યા લેવા માટે વિધેયક લાવી શકે છે. જે સેવા સેવા મામલાઓમાં દિલ્હી સરકારને વિધાયી અને પ્રશાસનિક નિયંત્રણ આપનારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને નિષ્પ્રભાવી કરી દેશે. સરકાર વિધેયક જલદી પસાર કરાવવાનો પ્રયત્ન કરશે. 


(એજન્સીના ઈનપુટ સાથે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube