લોકસભા ચૂંટણી નજીક છે અને કોંગ્રેસમાં જાણે ભાગદોડ મચી છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ત્યારે એ સવાલ ઊભો થાય કે આખરે એવું તે શું છે કે આવી સ્થિતિ પેદા થઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) આજકાલ એક એવા  કારણસર ચર્ચામાં છે કે વિવાદ છેડાયો છે. પાર્ટીના પૂર્વ નેતા સંજય નિરૂપમે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે પાર્ટીમાં પાવરના 5 સેન્ટર છે. તેમણે  કહ્યું હતું કે આજે કોંગ્રેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને કે સી વેણુગોપાલ એક પાવર સેન્ટર બની ગયા છે. કોંગ્રેસ છોનારા કેરળના નેતા પદ્મજા વેણુગોપાલે પણ  કહ્યું કે આજે પાર્ટીમાં અમારી વાત સાંભળનારું કોઈ નથી. ત્યારે કોંગ્રેસના આ નેતા પર સવાલ ઉઠી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં જે નેતાની વાત કરી રહ્યા છે તે છે કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલ. અગાઉ પણ અનેક કોંગ્રેસી નેતાઓ વેણુગોપાલને કોંગ્રેસની સત્તાનું કેન્દ્ર ગણાવી  ચૂક્યા છે. કોંગ્રેસના લોકો જણાવે છે કે આજના સમયમાં કે સી વેણુગોપાલ જ પાર્ટીના આંખ અને કાન છે. રિપોર્ટ મુજબ તો એઆઈસીસીના સંગઠન પ્રભારી મહાસચિવ રાહુલ ગાંધી માટે આજે એ જ ભૂમિકા ભજવતા દેખાય છે જે એક સમયે સોનિયા ગાંધી માટે અહેમદ પટેલ ભજવતા હતા. તેમના પર કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સુધી અન્ય નેતાઓની પહોંચને  કંટ્રોલ કરવાનો પણ આરોપ લાગેલો છે. 


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube