Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 ને લઇને એક્સપર્ટ કલ્યાણી શંકરે ભવિષ્યવાણી કરી છે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તે રાજ્યોમાં ઝટકો લાગી શકે છે, જ્યાં 2019 માં પાર્ટીની તમામ સીટો પર જીત થઇ હતી. રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને દિલ્હી માટે કલ્યાણી શંકરને ભાજપ માટે ખતરાની ઘંટી વગાડી છે. તેમનું કહેવું છે કે રાજસ્થાનમાં પાર્ટીને ઇન્ટરનેશનલ ટેન્શનના લીધે નુકસાન થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એક્સના અનુસાર એક્સપર્ટ કલ્યાણી શંકરે કહ્યું છે કે ચારેય રાજ્યોમાં કોંગ્રેસને ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. 2019 ના પરિણામો પર ધ્યાન આપશો તો કોંગ્રેસની મધ્ય પ્રદેશ પ્રદેશ અને રાજસ્થાનમાં 1-1 સીટ આવી હતી, જ્યારે ગુજરાત અને દિલ્હીમાં કોઇ સીટ મળી ન હતી. એક્સપર્ટના આંકડા મુજબ કોંગ્રેસને એમપી, રાજસ્થાન અને ગુજરાતમાં મોટો ફાયદો થવાનો છે. અહીં પાર્ટીના ખાતામાં 10-10 સીટો આવી શકે છે, જ્યારે દિલ્હીમાં 1 સીટનો ફાયદો મળી શકે છે. જોકે વિપક્ષી ગઠબંધન INDIA ના ખાતામાં દિલ્હીની ત્રણ સીટો જોવા મળી રહી છે કારણ કે એક્સપર્ટે આમ આદમી પાર્ટી (AAP) ને બે સીટો પર જીતની ભવિષ્યવાણી કરી છે. 


'સફેદ સોના'ની ખેતી કરતા ગુજરાતના ખેડૂતો માટે ખાસ ટિપ્સ, ઢગલાબંધ ઉતરશે પાક


મધ્ય પ્રદેશમાં ભાજપને કેટલા નુકસાનનું અનુમાન? 
ભાજપની વાત કરીએ તો કલ્યાણી શંકરે કહ્યું કે 29 સીટોવાળા મધ્ય પ્રદેશમાં પાર્ટીને 12 સીટોનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે અને તેના ખાતામાં 16 સીટો જઇ શકે છે, જ્યારે 10 કોંગ્રેસ અને 3 અન્ય પાસે જવાનું અનુમાન છે. રાજસ્થાનને લઇને એક્સપર્ટે કહ્યું કે રાજ્યમાં પાર્ટીના આંતરિક કલેહની અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.  


રાજસ્થાન માટે શું કહે છે એક્સપર્ટની ભવિષ્યવાણી? 
તેમણે કહ્યું કે વસુંધરા રાજેની નારાજગીના લીધે પાર્ટીને રાજપૂત વોટોનું નુકસાન વેઠવું પડી શકે છે. કલ્યાણી શંકરે કહ્યું કે રાજ્સ્થાનમાં ભાજપને 15 સીટોનું નુકસાન થઇ શકે છે અને તેમના ખાતામાં 10 સીટો જઇ શકે છે, જ્યારેક ઓંગેસને 9 સીટોનો ફાયદો થઇ શકે છે, તો બીજી તરફ દિલ્હી 5 સીટોની ભવિષ્યવાણી કરી છે. 


Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સ


ગુજરાત માટે એક્સપર્ટની શું છે ભવિષ્યવાણી?
કલ્યાણી શંકરે કહ્યું કે ભાજપને પોતાના ઘર એટલે કે ગુજરાતમાં પણ મોટો ઝાટકો લાગી શકે છે. જ્યાં 2019 માં 26 માંથી 26 સીટો પાર્ટીના ખાતામાં ગઇ હતી. પરંતુ આ વખતે આંતરિક રાજકીય ખટપટ અને રાજપૂત વિવાદને લઇને ભાજપને નુકસાન થવાનું અનુમાન છે જ્યારે તેનો આડકરીને ફાયદો કોંગ્રેસને થઇ શકે છે. 


Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવનાર 4 સ્ટોકસ, જાણો ટાર્ગેટ-સ્ટોપલોસ


દિલ્હીમાં કોણ બતાવશે દમ? 
દિલ્હીની વાત કરીએ તો એક્સપર્ટના અનુસાર ભાજપને અહીં 3 સીટો પર નુકસાન થઇ શકે છે .એકપર્ટે કહ્યું કે 2019 માં ભાજપને દિલ્હીમાં ક્લીન સ્વીપ કર્યું હતું, પરંતુ આ વખતે કોંગ્રેસના ખાતામાં એક અને આપનાને 2 સીટો મળી શકે છે. જ્યારે ભાજપની સીટો ઘટીને 4 રહેવાનું અનુમાન છે.