નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે ટ્વિટ કરી બધાને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું, જીતનારા બધાને શુભેચ્છાઓ, પરંતુ બધા હારનારા હાર્યા નથી. અમે હારની વિસ્તૃત વ્યાખ્યા કરીશું, ત્યારબાદ પરીણામોને લઇને અમારો મત રજૂ કરીશું. તેમણે કહ્યું કે કાઉંટિગ ચાલુ છે, પ્રક્રિયા પુરી થયા બાદ VVPAT મશીન સાથે મેચ કરવામાં આવે ત્યાં સુધી રાહ જુઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NDA નો વાગશે ડંકો અથવા વિપક્ષ હલ્લો બોલશે? રિઝલ્ટ નક્કી કરશે રાજકારણના આ 5 'યુવા તર્ક'નું ભવિષ્ય


કેંદ્વીય મંત્રી અને આસનસોલથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસની મુનમુન સેન કરતાં 54984 મતોથી આગળ ચાલી રહ્યા છે. બર્ધમાન-દુર્ગાપુર લોકસભા સીટ પર કેંદ્વીય મંત્રી અને ભાજપના ઉમેદવાર એસ એસ અહલૂવાલિયા તૃણમૂલ કોંગ્રેસની મુમતાઝ સંઘમિતા કરતાં 2344 મતોથી આગળ છે. રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બ સીટ પર 50931 મતોથી આગળ છે. તે આ સીટ પરથી હાલના સાંસદ પણ છે. મેદિનીપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ તૃણમૂલ કોંગ્રેસના માનસ રંજન ભુનિયા ફક્ત 253 મતોથી આગળ છે.