Lok Sabha Election 2024: મતદારોની ઉદાસીનતા કોના માટે ખતરાની ઘંટી? આ અંડરકરન્ટ જેવી સ્થિતિ કોને ભારે પડશે
Lok Sabha Election 2024: 18મી લોકસભા માટે થઈ રહેલી ચૂંટણીએ પોતાની અડધા કરતા વધુ સફર પૂરી કરી લીધી છે. મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થયું. જેમાં 93 બેઠકો માટે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું. લોકસભાની કુલ 543 બેઠકો હોય છે જેમાંથી 283 બેઠકો માટે મતદાન પૂરું થયું. આવામાં હવે એ સવાલ ઉઠે છે કે ત્રણ તબક્કાના મતદાન બાદ કયું ગઠબંધન ભારે પડી રહ્યું છે અને સતત ઘટતી મતદાનીની ટકાવારીનું શું તારણ કાઢી શકાય.
18મી લોકસભા માટે થઈ રહેલી ચૂંટણીએ પોતાની અડધા કરતા વધુ સફર પૂરી કરી લીધી છે. મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થયું. જેમાં 93 બેઠકો માટે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું. લોકસભાની કુલ 543 બેઠકો હોય છે જેમાંથી 283 બેઠકો માટે મતદાન પૂરું થયું. સુરતની એક બેઠક બિનહરીફ જાહેર થઈ જે ભાજપને ફાળે ગઈ છે. લોકસભામાં બહુમત માટે 272 સભ્યોની જરૂર હોય છે. જ્યારે 283 બેઠકો માટે મતદાનનું કામ પતી ગયું છે. હવે બાકીના ચાર તબક્કાના મતદાનમાં 260 બેઠકો માટે મત પડશે. આવામાં હવે એ સવાલ ઉઠે છે કે ત્રણ તબક્કાના મતદાન બાદ કયું ગઠબંધન ભારે પડી રહ્યું છે અને સતત ઘટતી મતદાનીની ટકાવારીનું શું તારણ કાઢી શકાય.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની વાત કરીએ તો આ વખતે મતદાનની ટકાવારી 5 ટકા કરતા વધુ ઘટી. 2019માં જ્યાં આ જ સીટો પર 67 ટકા મતદાન થયું હતું ત્યાં આ વખતે લગભગ 62 ટકા લોકોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સૌથી વધુ મતદાન અસમમાં 75 ટકા અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં લગભગ 54.77 ટકા મતદાન થયું છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો અહીં પણ મતદાન ટકાવારી ઘટી છે. જે તમે નીચે દર્શાવેલી માહિતી દ્વારા સમજી શકો છો.
મતદાનની ટકાવારી | ||||
રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ | સીટોની સંખ્યા | 2019 ત્રીજો ફેઝ | 2024 ત્રીજો ફેઝ (પ્રોવિઝનલ) | ફેરફાર (પ્રોવિઝનલ) |
ઓલ ઓવર ઈન્ડિયા | 93 | 66.9 | 61.45 | -5.45 |
અસમ | 4/14 | 85.2 | 75.26 | -9.94 |
બિહાર | 5/40 | 61.3 | 56.55 | -4.75 |
છત્તીસગઢ | 7/11 | 70.9 | 66.99 | -3.91 |
દાદરા નગર હવેલી & દમણ દીવ | 2 | 77.1 | 65.23 | -11.87 |
ગોવા | 2 | 75.1 | 74.27 | -0.83 |
ગુજરાત | 25/26 | 64.5 | 59.49 | -5.01 |
કર્ણાટક | 14/26 | 68.7 | 67.76 | -0.94 |
મધ્ય પ્રદેશ | 9/29 | 66.7 | 63.09 | -3.61 |
મહારાષ્ટ્ર | 11/48 | 63.9 | 54.77 | -9.13 |
ઉત્તર પ્રદેશ | 10/80 | 60 | 57.34 | -2.66 |
પશ્ચિમ બંગાળ | 4/42 | 81.7 | 73.93 | -7.77 |
ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું
ત્રીજા તબક્કામાં અસમના ધુબરીમાં સૌથી વધુ 79.7 ટકા લોકોએ મતદાન કર્યું. જ્યારે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.22 ટકા મતદાન નોંધાયું.
અત્યાર સુધીના આંકડા પ્રમાણે આ ત્રણ તબક્કાના મતદાનમાં જે સૌથી મોટી વાત જોવા મળી તે એ હતી કે મતદાનની ટકાવારી આ ત્રણેય તબક્કામાં ગત 2019ની ચૂંટણી કરતા ઓછી રહી. 2019માં સતત વધતા તબક્કા સાથે મતદાનની ટકાવારી ઘટતી ગઈ હતી અને આ વખતે પણ ઓછી જ છે. 2019 અને 2024માં અંતર એ પણ છે કે 2019માં ત્રણ તબક્કા સુધી 302 સીટો માટે મતદાન થઈ ચૂક્યું હતું. જ્યારે આ વખતે ત્રણ તબક્કા સુધીમાં 282 બેઠકો પર જ મતદાન થયું છે.
ત્રીજા તબક્કાના મતદાન બાદ 10 મહત્વ સવાલ...
1. સતત ત્રીજા તબક્કામાં પણ મતદાન ઘટ્યું તેનું શું તારણ નીકળે?
2. શું ઓછું મતદાન થવા છતાં ભાજપ પોતાનો સારો સ્કોર જાળવી રાખવામાં સફળ થશે?
3. બંગાળમાં મતદાન કેમ ઘટ્યું?
4. કર્ણાટકમાં પ્રજ્વલ વિવાદની કેટલી અસર?
5. મહારાષ્ટ્રના બારામતીમાં કાકા કે ભત્રીજો?
6. ઉત્તર પ્રદેશના યાદવલેન્ડમાં આ વખતે બચશે મુલાયમ પરિવારની પ્રતિષ્ઠા?
7. મધ્ય પ્રદેશમાં ઓછા મતદાનનું શું તારણ નીકળે?
8. શું ભાજપનો મુકાબલો કરવામાં કોંગ્રેસ સફળ થશે?
9. ત્રીજા તબક્કાનું મતદાન, કોના માટે ખતરાની ઘંટી?
10. ત્રીજા તબક્કાનું મતદાન જોઈ કઈ કઈ વસ્તુઓ મગજમાં આવી રહી છે?
ચૂંટણી વિશ્લેષકોનું કહેવું છે કે જેવું વિચાર્યું હતું તેવું એકતરફી ચૂંટણી નથી. વિપક્ષ પણ લડત આપતો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર લોકોનો અસંતોષ સામે આવી રહ્યો છે. અનામત અને બંધારણ પણ મોટા મુદ્દા બની રહ્યા છે. આગળના તબક્કાઓમાં મુસલમાનને અનામત સહિત અનેક બીજા મુદ્દાઓ પણ ચર્ચામાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube