નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર શાબ્દિક નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ ખેડૂત, ગરીબ અને શોષિત લોકોનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ખેડૂત સન્માન નિધિ યોજના અંગે જણાવતા તેમણે કોંગ્રેસના દ્વારા કરવામાં આવેલી આ ખેડૂત દેવામાફીની ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર 10 વર્ષોની અંદર ખેડૂતોનાં બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી 7.50 લાખ હજાર કરોડ રૂપિયાનું હસ્તાંતરણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝમ ખાનના વિવાદિત નિવેદન પર સુષમાએ મુલાયમને કહ્યું- 'ભાઈ...તમારી સામે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે'


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક રાજ્યસભા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ખેડૂત, ગરીબ અને શોષિત લોકોને ઉઠાવતા કોંગ્રેસને ઘેર્યું હતું. ખેડૂત સન્માન નિધિ યોજના અંગે પણ તેમણે જણાવતા કોંગ્રેસની ખેડૂત દેવામાફી યોજનાની ટીકા કરી હતી. સાથે સાથે કોંગ્રેસની પણ આકરી ઝાટકણી કાઢી હતી. 

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, અમારી સરકાર 10 વર્ષોની અંદર ખેડૂતોનાં બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી 7લાખ 50 હજાર કરોડ રૂપિયા હસ્તાંતરીક કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર ખેડૂતોને વચનો આપ્યા છે અને ત્યાર બાદ વિશ્વાસઘાત કર્યા છે. તેમને આત્મહત્યા કરવા માટે મજબુર બનાવ્યા છે. આ દરમિયાન ખેડૂતોને આરહત આપવા મુદ્દે મધ્યમ વર્ગ માટે જીવન સરળ બનાવવા સુધીનાં અનેક મુદ્દાઓ પર તેમણે પોતાનું મંતવ્ય આપ્યું હતું.


ચૂંટણી સમયે વિદેશમાંથી મળી રહેલા પુરસ્કારો અંગે વડાપ્રધાને કહ્યું કે, બીજા દેશો આપે છે તેઓ તો સમય નથી જોતા. સઉદી અરબ ગયો તો ત્યાંનું સૌથી મોટુ સન્માન મળ્યું. પેલેસ્ટાઇને પણ આપ્યો. આજે વિશ્વની અંદર ભારતે સ્થાન બનાવ્યું છે. પહેલા અમે દર્શકો હતા હવે અમે પ્લેયર છીએ. ગ્લોબલ વોર્મિંગ અંગે ચર્ચા થતી હતી તો આપણે જોતા હતા, પરંતુ હવે વિશ્વ કહે છે કે ભારત લીડ કરી રહ્યું છે. 
ન્યાય પર રાહુલ ગાંધીને
ઘેર્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લઘુત્તમ આવક યોજના (ન્યાય) પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 55 વર્ષ કોંગ્રેસે દેશને ઘોર અન્યાય ગણાવ્યો હતો. આ અંગે અન્યાય બાદ તે લોકોને ન્યાય આપી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યાય હેઠળ ગરીબ મહિલાઓનાં ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયા અથવા પ્રતિ વર્ષ 72 હજાર રૂપિયા નાખવામાં આવશે, જેના કારણે દેશનાં 5 કરોડ પરિવારનાં 25 કરોડ લોકોને લાભ થશે. 

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનનાં બાલકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પહેલા ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક પર ગત્ત દિવસોમાં રાજકારણ થયું વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજનીતિક વિરોધ પછી હોય, પરંતુ મોદીનો વિરોધ કરતા કરતા ભારતના દુશ્મન ન બને, આ સીમા બધાએ સમજવી જોઇએ. તેમણે કહ્યું કે, મોદી વિરુદ્ધ બોલતા બોલતા તેઓ દેશની વિરુદ્ધ ન જતા રે તે ખુબ જ જરૂરી છે. 

વડાપ્રધાન મોદીનાં ઇંટરવ્યુની મુખ્ય વાતો
1. 2022 જ્યારે દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ થશે ત્યા સુધીમાં અમે 75 એવા પગલા લીધા છે જેને અમે 2022 સુધી પુરા કરવાનાં છીએ. 
2. 2022 સુધી બધાને ઘેરવા માંગીએ છીએ. ખેડૂતોની આવક બમણી કરીશું. સાથે જ ફુડ સ્ટોરેજ વેર હાઉસિંગ, પશુપાલન, ફીશરીઝ, સોલાર પેનલ લગાવવાની દિશામાં કામ કરીશું. 
3. 5 વર્ષમાં અમે લોકોની સોશિયલ સિક્યુરિટી પર કામ કર્યું. આયુષ્માન ભારત યોજનાનું દેશનાં લાખો લોકોને ફાયદો મળ્યો. 
4. ખેડૂતોની સો ઇલ હેલ્થ કાર્ટ વહેંચ્યા, તેના કારણે ખેડૂતો સમજી શકે તે તેમના ખેટરમાં માટીની તબીયત કેવી છે. અમે ખેડૂતોને વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજી સાથે જોડ્યા. 
5. અમે 2007થી લંબાતા એમએસપીને લાગુ કર્યો. યુપીએ સરકાર તેને દબાવીને રાખી રહી હતી, ખેડૂતોનાં પાકની 1.5 ગણી કિંમત આપવાનો નિર્ણય લીધો. 
6. મત્સ્ય પાલકો માટે અમે કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા કરી છે. અમે અનેક વસ્તુઓ એક સાથી કરી રહ્યા છીએ.