લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપ કેમ બધાને પછાડીને કરી નાખે છે ક્લીન સ્વીપ? આ રહ્યું કારણ!
લોકસભા ચૂંટણી 2024ની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ સીટો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કરતો આવ્યો છે. લેટેસ્ટ સર્વે મુજબ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ 26 બેઠકોમાંથી 26 બેઠક જીતે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
લોકસભા ચૂંટણી 2024ની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ સીટો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કરતો આવ્યો છે. લેટેસ્ટ સર્વે મુજબ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ 26 બેઠકોમાંથી 26 બેઠક જીતે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. આવામાં એક સવાલ એ ઊભો થાય છે કે આખરે એવું તે કયું મોટું ફેક્ટર છે જેના કારણે ભાજપ ગુજરાતમાં ત્રીજીવાર પણ ક્લીન સ્વીપ કરવાની નજીક છે. આ દરમિયાન કોંગ્રેસ પાસે પણ આ વખતે ગુજરાતમાં પોતાનું પ્રદર્શન સારું કરવાની મોટી તક છે.
રાજકીય જાણકારોનું કહેવું છે કે પીએમ મોદીનો કરિશ્મા સૌથી મોટું કારણ હોઈ શકે છે. મોદીનો કરિશ્મા તે પ્રમુખ કારણોમાંથી એક છે જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોને સંભવત સૌથી વધુ પ્રભાવિત કરશે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે એક તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે અને મતગણતરી 4થી જૂને થવાની છે.
ગુજરાતમાં ચૂંટણીમાં મહત્વના મુદ્દા
ગુજરાતમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે ત્યારે ક્યાંક સત્તા વિરોધી ભાવના પણ દેખાય છે. પરંતુ આમ છતાં ભાજપની કોશિશ ગુજરાતમાં તમામ 26 બેઠકો કબજે કરવાની હશે. 2019માં પણ ચૂંટણીમાં બધી સીટો કબજે કરી હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મોટા મુદ્દા કયા કહી શકાય?
પ્રધાનમંત્રી મોદીનો કરિશ્મા
સત્તાધારી ભાજપ પાસે પીએમ મોદીના સ્વરૂપમાં એક હુકુમનો એક્કો છે જે ગુજરાતથી છે અને વર્ષ 2001થી 2014 સુધી ગુજરાતના સીએમ પણ રહી ચૂક્યા છે. પોતાના ગૃહ રાજ્યમાં સમર્થકો પર તેમનો દબદબો હજુ પણ જબરદસ્ત છે.
મોંઘવારી
મોંઘવારીના પ્રભવાના સંદર્ભમાં નિમ્ન અને મધ્યમ આવકવાળા પરિવાર સૌથી વધુ પ્રભાવિત હોય છે. આથી આ મુદ્દો પણ નિર્ણાયક રહી શકે છે. આ મુદ્દે વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન પણ સાંધી રહ્યું છે. વિપક્ષ માટે આ મુદ્દો તક ઊભી કરી શકે છે.
બેરોજગારી
આ એક એવો મુદ્દો છે જેનો ઉપયોગ કરીને કોંગ્રેસ સતત કેન્દ્ર પર આકરા પ્રહાર કરતી રહી છે. આ મુદ્દો સીધી રીતે લોકોના જીવનને પ્રભાવિત કરે છે એટલે જ્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો તેમના મનમાં આ મુદ્દો પણ હશે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ
આંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકોની કમી હોય છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને તબીબોની કમી પણ ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ પર પ્રતિકૂળ અસર કરે છે.
ખેડૂતોનો મુદ્દો
રાજકીય જાણકારોનું કહેવું છે કે વધુ વરસાદના કારણે પાકના નુકસાન માટે પૂરતા વળતરની કમી, ખાતર ન મળવું, પ્રોજેક્ટના વિકાસ માટે જમીન સંપાદન જેવા મુદ્દાઓ પણ મતદારોના વલણને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
સત્તાવિરોધી ભાવના
રાજકીય જાણકારોનું માનવું છેકે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ કેન્દ્રમાં ભાજપના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન ઊઠેલી કોઈ પણ સત્તા વિરોધી ભાવનાનો લાભ લેવાની કોશિશ કરશે. તેમને લાગે છે કે વિચારધારાને આધારે વોટ નહીં આપનારા લોકો યોગ્ય વિકલ્પ રજૂ કરીને વિપક્ષ દ્વારા પ્રભાવિત કરી શકાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ મોટો મોકો બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube