લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે `આ` મોટું કામ
લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં સતત લાગેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશમાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં બેઠેલા અને ઘૂસી બેઠેલા ઘૂસણખોરોને લઈને મોટું નિવેદન આપ્યું છે.
સુંદરબની: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં સતત લાગેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશમાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં બેઠેલા અને ઘૂસી બેઠેલા ઘૂસણખોરોને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોહિંગ્યાઓને દેશમાં ઘૂસતા રોકવા માટે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને શ્રેય આપતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળની સમાપ્તિ થતા પહેલા તમામ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. શાહે ગેરકાયદે પ્રવાસીઓને દેશ માટે 'ઉધઈ' ગણાવ્યાં હતાં. તેમણે બંધારણમાં કલમ 370ને સામેલ કરવા બદલ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવ્યાં જે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ પાકિસ્તાની ષડયંત્રોનો એક દસ્તાવેજ છે: પીએમ મોદી
રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના આ સરહદી શહેરમાં એક ચૂંટણી સભાને સંબોધતા શાહે પૂછ્યું કે ભાજપ સરકાર દ્વારા કરાયેલું સૌથી મોટુ કામ દેશમાં રોહિંગ્યાઓની ઘૂસણખોરી ખતમ કરવાનું હતું. પીડીપીએ રોહિંગ્યાઓનું ( રાજ્યમાં) સ્વાગત કર્યું. મને જણાવો કે 'શું રોહિંગ્યાઓની ઘૂસણખોરી અટકવી જોઈતી હતી કે નહીં', મોટી સંખ્યામાં હાજર લોકોએ એક સ્વરે 'હા'માં જવાબ આપ્યો હતો.
રાહુલ જણાવે કે અબ્દુલ્લાના નિવેદનથી તેઓ સહમત છે કે નહી-અમિત શાહ
નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાના કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની જરૂરિયાત સંબંધી નિવેદનની ટીકા કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે 3 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સામે આ વાતને સ્પષ્ટ કરવાનું કહ્યું કે તેઓ તેમના નિવેદન સાથે સહમત છે કે નહીં.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...