નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરનાર માયાવતીની આકરી ટીકા કરતા ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કહ્યું કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. જેટલીએ ટ્વિટ કર્યાના ગણતરીના  કલાકો પહેલા જ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિઓ પીએમ મોદીને મળે તેનાથી ડરે છે. તેમને એ ડર સતાવે છે કે ત્યાંક તેઓ પણ તેમની પત્નીઓને છોડી ન દે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'


જેટલીએ લખ્યું કે બહેન માયાવતી... વડાપ્રધાન બનવા મુદ્દે અટલ છે. તેમનું શાસન, નૈતિકતા અને રાજનીતિ સૌથી નીચલા સ્તરે છે. વડાપ્રધાન પર આજે તેમણે વ્યક્તિગત હુમલો કરીને સાબિત કરી દીધુ કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. માયાવતીએ સવારે વડાપ્રધાન મોદી પર વ્યક્તિગત હુમલો કરતા કહ્યું હતું કે રાજનીતિક લાભ માટે પોતાની પત્નીને છોડી ચૂકેલા મોદી બહેન અને પત્નીઓની ઈજ્જત કરવાનું શું જાણે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિ પીએમ મોદી પાસે જાય તેનાથી ડરે છે. 


જુઓ LIVE TV


'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી


તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા પર જેટલીએ કહ્યું કે વિપક્ષના નેતાઓને રાજ્યમાં રેલીઓ કરવા દેવામાં આવતી નથી. તેમણે કહ્યું કે, મમતાદીદી...બંગાળમાં લોકતંત્રને વેરવિખેર થઈ ગયું છે. વિપક્ષી કાર્યકર્તાઓની હત્યા થઈ રહી  છે. ઉમેદવારો પર હુમલા થાય છે, વિપક્ષી નેતાઓને રેલી કરવા દેવામાં આવતી નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...