BJP સાંસદનો બફાટ, કહ્યું- `યુપીમાં હાથી છે કે હાથણી તે ખબર જ નથી પડતી`
ઉત્તર પ્રદેશના ઈટાથી ભાજપના સાંસદ રાજવીર સિંહે શનિવારે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવામાં મર્યાદા ઓળંગી નાખી.
મહોબા: ઉત્તર પ્રદેશના ઈટાથી ભાજપના સાંસદ રાજવીર સિંહે શનિવારે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવામાં મર્યાદા ઓળંગી નાખી. ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર પૂરો થાય તે પહેલા પોતાની છેલ્લી રેલીમાં રાજવીર સિંહે મહાગઠબંધન પર હુમલો કરતા રહ્યું કે હાથી છે કે હાથણી તે ખબર નથી પડતી. હાથી પર સાઈકલ ચઢશે કે પછી સાઈકલ પર હાથી. ભાજપના સાંસદ આટલે જ ન અટક્યા... વધુમાં તેમણે કહ્યું કે આ ગઠબંધનની હારની સાથે જ આગામી 15-20 વર્ષ દેશમાં ચૂંટણી નહીં થાય.
મહોબાના ચરખારીના વિદ્યા મંદિર કેમ્પસમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહે ભાજપના ઉમેદવાર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ માટે મત માંગવા પહોંચ્યા હતાં. અહીં તેમણે મહાગઠબંધનની સાથે સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ શૌચાલયની વાત કરી રહી છે. બહુ નાનું દિમાગ છે. રાહુલ ગાંધી જો તમારા દાદી અને અમ્મા ખેતરમાં લોટો લઈને ગયા હોત તો તમને ખબર પડત.
જુઓ LIVE TV