શ્રીનગર: લોકસબા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) ના સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો)માં ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત કરી છે. તેના પર જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનો પક્ષ રાખ્યો છે. કલમ 370ના મુદ્દા પર કોંગ્રેસ સામે આવી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસના રહેતા કાશ્મીરમાં કલમ 370 કોઇ હટાવી શકશે નહીં. આઝાદે કહ્યું કે, ભાજપ 200 વર્ષ પણ સરકારમાં રહે, તો પણ કલમ 370 હટાવી શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રોહિત શેખરની માતાએ કહ્યું, 'કેટલાક લોકોએ મારા પુત્રને ડિપ્રેશન આપ્યું, જેનો ખુલાસો પછીથી કરીશ'


370 પર કોંગ્રેસનો હાથ, અલગાવવાદિઓની સાથે?
કાશ્મીરમાં કલમ 370 ના સવાલ પર નેશનલ કોંફ્રેન્સ અને પીડીપીની પાછડ રહી બેટિંગ કરી રહેલી કોંગ્રેસ હવે ખુલ્લેઆમ સામે આવી ગઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અનંતનાગમાં કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ છે કલમ 370 નહીં હટવા દે. ભલે પછી ભાજપ 200 વર્ષ સુધી રાજ કરી લે.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...