નવી દિલ્હી : 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન બનાવવા મુદ્દે રાજનીતિક વર્તુળોમાં સતત ચર્ચા ચાલી રહી છે. ભારતી જનતા પાર્ટી (ભાજપ)ની વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવા માટેના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આંધ્રપ્રદેશના મુક્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુરૂવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત યોજી હતી. મળતી માહિતી અનુસાર નાયડૂ આજે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત યોજી શકે છે. નાયડૂએ આજે શરદ પવાર અને ફારુકે આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની લોકશાહીને બચાવવી પડશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકશાહીને બચાવવા માટે આપણે એકત્ર થઇને કામ કરીશું. પહેલા શું થયું તે મહત્વનું નથી, પરંતુ આપણે ભવિષ્ય માટે સાથે છીએ. નાયડૂએ કહ્યું કે, તમામ પાર્ટીઓ એક થઇને કામ કરવું પડશે. રાજનીતિ વર્તુળોમાં ચર્ચા છે કે શરદ યાદવ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાના ભરચક પ્રયાસો કરી રહ્યા છે. તેઓ રાજનીતિક દળો સાથે સંપર્ક સાધીને તેમને અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતાનાં અંગત સ્વાર્થોને ત્યાગીને એક સાથે આવે. ઉલ્લેખનીય છે કે, સીએમ નાયડૂએ ગત્ત શનિવાર (27 ઓક્ટોબર) બસપા સુપ્રીમો માયાવતી સાથે ઉપરાંત જમ્મુ કાશ્મીરનાં પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા સાથે પણ મુલાકાત યોજી હતી. 

માનવામાં આવી રહ્યું છે કે, શરદ યાદવ અને ચંદ્રબાબુ નાયડૂની બેઠક બાદ બંન્ને નેતાઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ વિપક્ષી દળોને નવેસરથી એક મંચ પર લાવવાનો પ્રયાસ કરશે. તેના માટે બંન્ને નેતાઓ વારાફરતી અલગ અલગ પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરશે. 

માયાવતી સાથે મુલાકાત કરી ચુક્યા છે ચંદ્રાબાબુ
મહાગઠબંધનની સંભાવનાઓ મુદ્દે આંધ્રપ્રદેશના મુક્યમંત્રી અને ટીડીપી નેતા એન.ચંદ્રબાબુ નાયડુએ બસપા પ્રમુખ માયાવતી સાથે મુલાકાત યોજી. બસપાના એક નેતાએ જણાવ્યું કે નાયડૂએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સાથે શનિવારે સાંજે મુલાકાત યોજી. આ દરમિયાન નાયડૂ આંધ્રપ્રદેશના નાણા મંત્રી વાઇ રામકૃષ્ણુડુ અને તેમની પાર્ટીનાં કેટલાક સાંસદો પણ હાજર રહ્યા હતા.