VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી
લોકસભા ચૂંટણી 2019માં સોમવારે એટલે કે આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોએ ઉપદ્રવ કરવાની કોશિશ કરી. આસનસોલમાં લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 199, 125 અને 129 પર ટીએમસીના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ટીએમસી કાર્યકરોનો આરોપ છે કે સુરક્ષા દળો પોતાની ડ્યૂટી યોગ્ય રીતે નિભાવતા નથી. આરોપ છે કે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો મતદાન કેન્દ્ર પર વોટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ આમ છતાં સુરક્ષા દળોએ તેમને રોક્યા નહીં.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં સોમવારે એટલે કે આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોએ ઉપદ્રવ કરવાની કોશિશ કરી. આસનસોલમાં લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 199, 125 અને 129 પર ટીએમસીના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ટીએમસી કાર્યકરોનો આરોપ છે કે સુરક્ષા દળો પોતાની ડ્યૂટી યોગ્ય રીતે નિભાવતા નથી. આરોપ છે કે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો મતદાન કેન્દ્ર પર વોટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ આમ છતાં સુરક્ષા દળોએ તેમને રોક્યા નહીં.
લોકસભા ચૂંટણી LIVE: 11 વાગ્યા સુધીમાં 23.35% મતદાન, હિંસા છતાં પ.બંગાળમાં બંપર વોટિંગ
ટીએમસીના કાર્યકરો એટલા નારાજ થઈ ગયાં કે તેમણે સુરક્ષાકર્મીઓ ઉપર જ લાઠીઓ વરસવાવવાની શરૂ કરી દીધી. સ્થિતિ એવી બની ગઈ કે ટીએમસીના વર્કરોએ ઝી ન્યૂઝની ગાડી અને ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડી ઉપર પણ હુમલો કરી દીધો. જો કે જવાબમાં સુરક્ષા દળોએ પણ બળ પ્રયોગ કરવો પડ્યો. ત્યારબાદ ટીએમસીના ઉપદ્રવી વર્કરો બૂથ પરથી હટ્યાં. ટીએમસી વર્કરોનો આરોપ છે કે ભાજપ અને સીપીઆઈના વર્કર બૂથ પર જબરદસ્તીથી મત આપવાની કોશિશ કરી રહ્યાં હતાં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...