ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર
લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને નેતાઓ પર ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગનો આરોપ છે.
'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?
ચૂંટણી પંચ તરફથી માયાવતી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લગાવેલા પ્રચાર પ્રતિબંધ મુજબ માયાવતી હવે 48 કલાક અને યોગી આદિત્યનાથ 72 કલાક સુધી ચૂંટણી પ્રતિબંધ કરી શકશે નહીં. બંને પર આ પ્રતિબંધ આવતી કાલથી એટલે કે મંગળવારે (16 એપ્રિલ) સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
Exclusive: આઝમ ખાન નોર્મલ નથી, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાપ્રયોગ એ તેમની આદત છે- જયા પ્રદા
13 એપ્રિલના રોજ બસપા પ્રમુખ માયાવતીએ બુલંદ શહેરમાં એક ચૂંટણીરેલી દરમિયાન કહ્યું હતું કે, 'અમને અલી અને બજરંગબલી બંને જોઈએ કારણ કે તેઓ દલિત સમાજથી છે. અમારા અલી પણ છે અને બજરંગબલી પણ છે.' તેમણે કહ્યું કે આ જાતિ ઓળખ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ કરી છે, અમે નહીં.
જુઓ LIVE TV