નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં લોકસભાની 12 બેઠકો માટે ઉમેદવારો જાહેર  કર્યાં જેમાં સૌથી પ્રમુખ નામ પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારનું છે જેમને બિહારના સાસારામથી ટિકિટ અપાઈ છે. પાર્ટી તરફથી બહાર પાડવામાં આવેલી એક યાદી મુજબ બિહારમાં ચાર અને ઓડિશામાં સાત બેઠકો પર ઉમેદવારોની જાહેરાત સાથે જ ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક ઉપર પણ ઉમેદવાર બદલવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના લીધે અયોધ્યા વિવાદ ઉકેલાયો નહીં, તેણે હંમેશા હિન્દુ-મુસલમાનોને લડાવ્યા- ઈકબાલ અન્સારી


કોંગ્રેસે ગુરુવારે મહારાજગંજ બેઠક માટે તનુશ્રી ત્રિપાઠીનું નામ જાહેર કર્યું હતું જે બાહુબલી નેતા અમરમણિ ત્રિપાઠીના પુત્રી છે. પરંતુ હવે તનુશ્રીની જગ્યાએ સુપ્રિયા શ્રીનતેને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. બિહારમાં સુપૌલથી રંજીત રંજન, સમસ્તીપુરથી અશોકકુમાર, મુંગેરથી નીલમ દેવ અને સાસારામથી મીરા કુમારને પણ ટિકિટ અપાઈ. 


દિગ્વિજય સામે શિવરાજની 'મામાગીરી' સાવ ફિક્કી, ભોપાલથી PM મોદી લડે ચૂંટણી: BJP નેતા


ઓડિશામાં પૂરી લોકસભા બેઠકથી ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે કોંગ્રેસે તેમની વિરુદ્ધ સત્યપ્રકાશ નાયકને ટિકિટ આપી છે. આ સાથે જ રાજ્યની છ અન્ય બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં. પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે પણ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. લોકસભા ચૂંટણી માટે પાર્ટીએ આ 14મી સૂચિ બહાર પાડી છે. આ અગાઉ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યો માટે 13 સૂચિ દ્વારા 293 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. જેમાં યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પણ સામેલ છે. 


જુઓ LIVE TV


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...