લખનઉ: બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા લોકસભા ચૂંટણી 2019 ચૂંટણી ઢંઢેરાને વાયદાનો દેખાડો અને છેતરપિંડીવાળો ગણાવ્યો છે. માયાવતીએ કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ નિવેદન આપ્યું અને ભાજપના નેતાઓ પર જાતીવાદી અને અનિયંત્રિત નિવેદનનો આરોપ લગાવ્યો છે. બસપા નેતાએ બુધવારે તેમના ટ્વિટમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ઘોષણા પત્ર પૂર્વ તેમના વાયદાઓ જે દેખાવો અને છેતરપીંડી વધારે લાગે છે. કોંગ્રેસની સતત વાયદા વિરૂદ્ધનું પરિણામ છે કે તેના વાયદાઓ પ્રતિ જનતાને વિશ્વાસ નથી. આમ તો આ મામલે કોંગ્રેસ અને ભાજપમાં કોઇ વધારે ફર્ક નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી સમાચારો માટે અહીં ક્લિક કરો...


તેમણે તેમના બીજા ટ્વિટમાં કહ્યું કે, ભાજપના નેતા બસાપ-સપા-આરએલડીના હાથે હારના ડરથી એટલા ભયભિત છે કે તેઓ મદ્દાની જગ્યાએ ગઠબંધન અને તેના મુખ્ય નેતાઓની સામે જાતિવાદી તથા અનિયંત્રિત નિવેદન કરી રહ્યાં છે. તેમની ઉશ્કેરણીમાં આવવાનું નથી અને ચૂંટણીમાં સારૂ રિઝલ્ટ દેખાડી તેમને મૂહતોડ જવાબ આપવાનો છે.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...