કોલકાતા: લોકસભા ચૂંટણી (Lok sabha elections 2019)થી પહેલા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા માલદા (ઉત્તર)થી પાર્ટી સાંસદ મોસમ બેનજીર નૂરે સોમવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee)ની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. સ્વ. કોંગ્રેસ નેતા એબીએ ગની ખાન ચૌધરીની ભત્રીજી નૂરે રાજ્ય સચિવાલય ‘નબન્ના’માં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી ત્યાર બાદ તેમાં સામેલ થવાના જાહેરાત કરી હતી. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યની 42 બેઠકોમાંથી 4 બેઠકો પર જીત હાંસલ કરી હતી. નૂર બીજીવાર લોકસભામાં પહોંચી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આજે દિલ્હીમાં બીટિંગ રિટ્રીટ સેરેમની, 69 વર્ષના ઈતિહાસમાં બે વાર કેન્સલ કરાયો હતો આ સમારોહ


નૂર રાજ્યમાં ભાજપને રોકવા માટે તૃણમૂલ કોંગ્રેસની સાથે કોંગ્રેસના જોડાણની વકાલત કરી રહી હતી. નૂર ગત વર્ષે નવેમ્બરમાં મમતા બેનર્જીને મળ્યા હતા. ત્યારબાદથી તેની તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી. નૂરના કાકા અબૂ હાસિમ ખાન ચૌધરી માલદા (દક્ષિણ)થી કોંગ્રેસ સાંસદ છે અને તેઓ તૃણમૂલ કોંગ્રેસની સાથે ગઠબંધનની તરફેણમાં છે.


વધુમાં વાંચો: પ્રથમ વખત આજે કુંભમાં મળશે યૂપી કેબિનેટ, CM યોગી સંગમમાં લગાવશે ડૂબકી


નૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘હું દીદી (મમતા)થી પ્રભાવિત છે. હું રાજ્યના વિકાસ માટે તેમના નિર્દેશો પર કામ કરીશ. અમારે ભાજપ સામે મુકાબલો કરવાનો છે અને મને પૂરો વિશ્વાસ છે કે તૃણમૂલ કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં બધી 42 બેઠકો પર જીત હાંસલ કરશે.’


સપ્ટેમ્બરથી રાફેલની ડિલીવરી શરૂ પણ મુકીશું ક્યાં? હેંગર હવામાં લટકે છે !


નૂરના પાર્ટીમાં સામેલ થયા બાદ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તે પાર્ટીની મહાસચિવ હશે અને ઉત્તર દિનાજપૂર, દક્ષિણ દિનાજપુર તથા માલદામાં પાર્ટીનું કામકાજ સંભાળશે. બેનર્જીએ કહ્યું કે, તે કાલથી કામ શરૂ કરી દેશે. નૂરના તૃણમૂલ કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસે કહ્યું કે તૃણમૂલ રાજ્યમાં કોંગ્રેસને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને આ રીતે સાંપ્રદાયિક ભાજપનો રસ્તો તૈયાર કરી રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...