રવિન્દ્રકુમાર, નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કાના મતદાન બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહએ ઝી ન્યૂઝના પત્રકાર રવિન્દ્રકુમાર સાથે એક્સક્લુઝિવ વાત કરી અને આ ચૂંટણીમાં તેમની સામે કયા પડકારો છે તે અંગે જાણવાની કોશિશ કરી. ઝી ન્યૂઝ સાથે Exclusive વાતચીતમાં રાજનાથ સિંહે અનેક મુદ્દાઓ પર ખુલ્લા મને વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉની જનતાનો સાથ મળ્યો
લખનઉથી સપાના ઉમેદવાર પૂનમ સિન્હા અને મતદાનના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે લખનઉમાં મતદાનને લઈને ક્યારેય તણાવ રહ્યો નથી. લખનઉની જનતાનો અદભૂત શ્રેય તેમને પ્રાપ્ત છે. જો જનતા સાથે હોય તો હું કોઈને પણ પડકાર માનતો નથી. પૂનમ સિન્હાના સવાલ પર  તેમણે કહ્યું કે શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસના ઉમેદવાર છે. 23મી મેના રોજ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. કોઈ ગમે ત્યાંથી ચૂંટણી લડે, કોઈનાથી કોઈ ફરિયાદ નથી. 


VIDEO: પીએમ મોદી પર નિશાન સાધવાની લ્હાયમાં પ્રિયંકા ગાંધીએ તમામ હદો કરી પાર


અખિલેશ યાદવના નિવેદન સાથે  સહમત
અખિલેશ યાદવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશથી કોઈ વડાપ્રધાન બનશે, જેના પર રાજનાથ સિંહે કહ્યું કે સંકેત સ્પષ્ટ છે, નરેન્દ્ર મોદી જ આગામી વડાપ્રધાન બનશે. પીએમ મોદી પ્રતિ 2014ની સરખામણીમાં 2019માં લોકોનો ભરોસો અને વિશ્વાસ વધ્યો છે. બાકીના લોકો (વિપક્ષ) હજુ વિચારી રહ્યાં છે કે વડાપ્રધાન કોણ હશે. 


રાફેલ ડીલ પરના આરોપ નિરાધાર
રાજનાથ સિંહે કહ્યું કે રાફેલ મામલે લાગેલા આરોપ પાયાવિહોણા છે. જે વ્યક્તિ 15 વર્ષ સુધી એક રાજ્યનો મુખ્યમંત્રી રહ્યો હોય, તે જ મોદી છેલ્લા 5 વર્ષથી દેશના વડાપ્રધાન છે. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગી શકે નહીં. હું સમજુ છું કે ફક્ત આરોપ  લગાવવા ખાતર લગાવવામાં આવી રહ્યાં છે. રાફેલની વાતચીત સરકારો વચ્ચેની વાતચીત છે. ફ્રાન્સ અને ભારત વચ્ચે છે. શું સરકારો લાંચ લેશે? આ કલ્પના પણ કેવી રીતે થઈ શકે. આપણા વડાપ્રધાને ફાઈટર વિમાનોની કમીને મહેસૂસ કરી અને તરત નિર્ણય લીધો કે પ્લેન ખરીદવામાં આવે. 


રાફેલ VS બોફોર્સના સવાલ  પર રાજનાથ સિંહે કહ્યું કે આરોપ તો ગમે તે વ્યક્તિ ગમે તેના પર લગાવી શકે છે. આરોપ તો મર્યાદા પુરુષોત્તમ રામ ઉપર પણ લાગ્યા હતાં. 


અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડે હાથ, કહ્યું-'રામનું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લઈશું'


પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે સારું પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીના સવાલ  પર રાજનાથ સિંહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાજ્યમાં ખરાબ રીતે હારી રહી છે. ભાજપ સારા પ્રયત્નો કરી રહ્યો છે. ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ એ દુર્ભાગ્યપૂર્ણ છે. જેના માટે સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર જવાબદાર છે. રાજ્યમાં સારી રીતે ચૂંટણી થાય તે જવાબદારી ચૂંટણી પંચની હોય છે. 


ચક્રવાત ફાની પર મમતા બેનરજીનું વલણ ખોટું
મમતા બેનરજીના ગુલામ નથીવાળા નિવેદન પર  રાજનાથ સિંહે કહ્યું કે ગુલામ કોઈ કોઈનું હોતું નથી, પરંતુ આશા રખાય છે કે બંધારણીય માળખા પર કોઈ આંચ ન આવે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ચક્રવાત ફાનીની આફતને લઈને વડાપ્રધાન મોદાની સાથે રહ્યાં. મમતા બેનરજીને તો પીએમ મોદીએ ટેલિફોન પણ કર્યો હતો, પરંતુ મમતાએ ફોન ઉઠાવ્યો નહીં. બંગાળની જનતા સાથે આ મોટો દગો છે. વડાપ્રધાન મોદી તો મદદ કરવા માંગતા હતાં. 


શું રાષ્ટ્રવાદ ચૂંટણીનો મુદ્દો છે
રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્રવાદ ક્યારેય ચૂંટણીલક્ષી મુદ્દો હોતો નથી. રાષ્ટ્ર પ્રત્યે બધાની પ્રતિબદ્ધતા હોય છે. જ્યારે આપણે ભારતને સ્વાભિમાની બનાવવાની કોશિશ કરીએ છીએ. તેની ચર્ચા રાષ્ટ્રવાદ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...