લોકસભા 2019: બિહારમાં ગિરિરાજ સિંહ સહિત 5 સાંસદોની ટિકિટ કપાવાની વકી
ભાજપના એક નેતાએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, આ ચૂંટણીમાં એનડીએનાં ઘટક દળોમાં સમજુતી અનુસાર 17 સીટો પર જ ભાજપ પોતાના ઉમેદવારો ઉતારશે
પટના : લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ બિહારમાં ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નીત મહાગઠબંધનમાં સીટ વહેંચણી અને ઉમેદવારી મુદ્દે હાલ રાજકારણ ગરમાઇ ગયું છે. એવામાં ભાજપનાં ઓછામાં ઓછા પાંચ હાલના સાંસદોએ પણ ટીકિટ કપાવા અંગે ચર્ચા ચાલી રહી છે. અનેક નેતા દિલ્હી સુધી દોડી ગયા છે.
લોકસભા ચૂંટણી 2019: પંજાબમાં 6 પાર્ટીઓનો શંભુમેળો
ભાજપનાં એક નેતાએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, ગત્તલોકસભા ચૂંટણીમાં ભાજપ 22 સીટો પર વિજય થઇ હતી. આ ચૂંટણીમાં એનડીએનાં ઘટક દળોમાં સમજુતી અનુસાર 17 સીટો પર ભાજપ પોતાના ઉમેદવારો ઉતારશે. એવામાં તે નિશ્ચિત છે કે તેણે ગત્ત ચૂંટણીમાં જીતેલી પાંચ સીટો છોડવી જ પડે તેમ છે. પટના સાહેબના સાંસદ શત્રુઘ્ન સિંન્હા પાર્ટીથી નારાજ છે, જ્યારે દરભંગા ભાજપ સાંસદ કીર્તિ આઝાદ હવે કોંગ્રેસ સાથે જોડાઇ ચુક્યા છે. બેગુસરાસ સાંસદ ભોલાસિંહનું નિધન થઇ ચુક્યું છે.
ભાગેડુ માલ્યાની કંપની UBL પાસેથી આ રીતે વસુલાયા 1000 કરોડ રૂપિયા
નવાદા સીટ પણ લોકજનશક્તિ પાર્ટીનાં હિસ્સામાં જાય તે નિશ્ચિત છે એવામાં ત્યાના સાંસદ ગિરિરાજ સિંહની ટીકિટ કપાઇ શકે છે. જો કે સુત્રોનું કહેવું છે કે તેમને બેગુસરાય સીટોતી ચૂંટણી લડાવવાની વાત ચાલી રહી છે. ભાજપનાં એક નેતાએ કહ્યું કે, પાર્ટી સ્થાનિક લોકોની નારાજગી અને સહયોગી દળોની પકડવાળા વિસ્તારનો અભ્યાસ કરી રહી છે. એવામાં સંભાવના છે કે કેટલાક વર્તમાન સાંસદોને આ ચૂંટણીમાં ટીકિટથી વંચીત થવું પડી શકે છે. આમ પણ હાલ ઉમેદવારો મુદ્દે ચર્ચા ચાલી રહી છે તેવામાં કાંઇ પણ કહેવું ઉતાવળ કહેવાશે.