ચંડીગઢ/નવી દિલ્હી: આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીને જો તા એક બાજુ જ્યાં ભાજપ મોરચાબંધીમાં લાગી છે ત્યાં વિપક્ષી પાર્ટીઓ એકજૂથ થઈને પડકાર ફેંકવાની કોશિશમાં છે. જો કે અત્યાર સુધીની સ્થિતિ પર નજર નાખો તો વિપક્ષી ખેમામાં એકજૂથતાની જગ્યાએ તોડફોડ જારી છે. હાલમાં જ બીએસપી સુપ્રીમો માયાવતીએ વડાપ્રધાન બનાવવા માટે વિપક્ષી પાર્ટીઓને એકજૂથ થઈને આહ્વાન કરનારી પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો)માં તૂટફૂટની હાલત જોવા મળી રહી છે. ઈનેલોમાં તિરાડની સંભાવનાના  સમાચાર ભાજપને રાહત આપી શકે તેમ છે. કારણ કે આ પાર્ટી હરિયાણામાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. આ ઉપરાંત ભાજપ એ સંદેશો પણ આપવાની કોશિશ કરશે કે વિપક્ષી દળો પરસ્પર ઝગડી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈનેલોમાં ભંગાણના એંધાણ
ઈનેલોના વરિષ્ઠ નેતા અભયસિંહ ચૌટાલાએ ચૌટાલા પરિવારમાં પરસ્પર મનમોટાવના અહેવાલોને ભાર ન આપતા કહ્યું કે તેમના ભત્રીજા દુષ્યંત અને દિગ્વિજય તેમના પોતાના જ બાળકો છે પરંતુ ભારપૂર્વક કહ્યું કે પાર્ટીના અનુશાસનને ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન દિગ્વિજયે શુક્રવારે પણ બળવાખોર તેવર દર્શાવ્યાં. ચૌટાલા પરિવારમાં મનમોટાવ ગુરુવારે એ સમયે જોવા મળ્યો જ્યારે ઈનેલોના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ પાર્ટીની વિદ્યાર્થી અને યુવા શાખાઓને ભંગ કરી નાખી. આ શાખાઓનું નેતૃત્વ ક્રમશ: દુષ્યંત અને દિગ્વિજય કરી રહ્યાં હતાં. 


અજય ચૌટાલાના પુત્રના બળવાખોર સૂર
અભય સિંહ ચૌટાલા ઓમ પ્રકાશ ચૌટાલાના નાના પુત્ર છે. દુષ્યંત અને દિગ્વિજય અભયના મોટા ભાઈ અજય સિંહ ચૌટાલાના પુત્રો છે. અભયે કહ્યું કે દુષ્યંત (અને દિગ્વિજય)ની સાથે કોઈ મનદુ:ખ નથી. તેઓ અમારા બાળકો છે. જો કે તેમણે કહ્યું કે અનુશાસન અમારી પાર્ટીની સૌથી મોટી તાકાત છે. જો કોઈ પણ તેનો ભંગ કરશે તો પાર્ટી કાર્યવાહી  કરશે. 


અભયે ચંડીગઢ સ્થિત પોતાના ઘર પર મનદુ:ખને લઈને થયેલા સવાલોના જવાબ આપવા માટે બોલાવવામાં આવેલા પત્રકાર સંમેલનમાં કહ્યું કે તેમને એ વાતની કોઈ જાણકારી નથી કે શું હિસાર લોકસભા સીટથી ઈનેલોના સાંસદ દુષ્યંતને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. આ બધા વચ્ચે દિગ્વિજયે નવી દિલ્હીમાં ફરી દોહરાવ્યું કે તેઓ જેમના પ્રમુખ હતા તે ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ઈનસો)ને તેમના દાદા ઓમ પ્રકાશ ચૌટાલા ભંગ કરી શકે નહીં. 


ઈનેલોની રેલીમાં અભય વિરુદ્ધ થઈ નારેબાજી
દિગ્વિજયે કહ્યું કે આમ તો ઈનસો વૈચારિક રીતે ઈનેલો સાથે સંબદ્ધ છે. પરંતુ આ સોસાયટી કાયદા હેઠળ એક અલગ શાખા અને એક રજિસ્ટર્ડ સંગઠન છે. તેના સંસ્થાપક ફક્ત- મારા પિતા અજય ચૌટાલા- કે પછી કાર્યકારિણીને તેના કામકાજ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. 


ગોહાનામાં સાત ઓક્ટોબરના રોજ એક રેલીમાં યુવાઓના એક સમૂહે કથિત રીતે અભય વિરુદ્ધ નારેબાજી કરી અને દુષ્યંત માટે તાળીઓ પાડી હતી. ત્યારબાદ ઈનેલોની આ બંને શાખાઓને ગુરુવારે ભંગ કરી નાખવામાં આવી હતી. ગોહાનામાં રેલ પૂર્વ ઉપ મુખ્યમંત્રી દેવીલાલની 105મી જયંતીના અવસરે યોજવામાં આવી હતી. અભયે કહ્યું કે વિદ્યાર્થી અને યુવા શાખાઓને રેલીના સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે કહેવાયું હતું અને જ્યારે તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યાં તો ચૌટાલા સાહેબે પગલું ભર્યું.