આંબેડકર નગર: બહુજન સમાજ પાર્ટી (બસપા)ની અધ્યક્ષ માયાવતી (Mayawati)એ રવિવારે કહ્યું કે, જો તેમને પ્રધાનમંત્રી બનવાની તક મળશે તો તેઓ આંબેડકર નગરથી ચૂંટણી લડી શકે છે. માયાવતીએ આ એક ચૂંટણી જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી જો જરૂર પડશે તો તેઓ આંબેડકર નગર બેઠકથી ચૂંટણી લડશે. જોકે, તેમણે પ્રધાનમંત્રી બનવાનો ખૂલ્લીને ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમણે કહ્યું કે, જો બધુ યોગ્ય રહ્યું તો મારે અહીંથી ચૂંટણી લડવી પડશે. કેમકે દિલ્હીના રાજકારણનો રસ્તો આંબેડકર નગરથી થઇને જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: જાણો કોણ-કોણ છે પાંચમા તબક્કાના દિગ્ગજ ઉમેદવારો


આ ચૂંટણીમાં જય ભીમવાળા આવવાના છે
માયાવતી સભાસ્થળ પર લગાવેલા તેમના તે કટઆઉટને જોઇને ઘણા ખુશ હતા, જેમાં તેઓ સંસદ ભવનની બહાર ઉભા છે અને તેના પર પ્રધાનમંત્રી લખેલું હતું. બસાપ ઉમેદવાર રિતેશ પંડ્યાના સમર્થનમાં વોટ માગવા પહોંચેલી માયાવતીએ વધુમાં કહ્યું કે, આ ચૂંટણીમાં નમો-નમોવાળાની છુટ્ટી થવાના છે અને જય ભીમવાળા આવવાના છે.


વધુમાં વાંચો: કોર્ટે કહ્યું રમઝાનમાં સવારે 5 કલાકે વોટિંગ શરૂ કરવા પર વિચાર કરો, ઇસીએ માગ નકારી


ઉલ્લેખનીય છે કે, ચૂંટણીથી પહેલા માયાવતીએ જાહેરાત કરી હતી કે, તેઓ આ વખતે ચૂંટણી લડશે નહી. તેમના વર્તમાન સમયમાં એવું પણ કહ્યું કે, ચૂંટણી બાદ પરિણામ તેમજ પરિસ્થિતિઓને જોઇને જો જરૂર પડી તો તેઓ ઉત્તર પ્રદેશની કોઇપણ ઉમેદવારની સીટ પરથી ચૂંટણી લડશે.


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવાા માટે અહીં ક્લિક કરો...