બાહુબલી MLA રાજાભૈયા સહિત 8 લોકો મતદાનનાં દિવસે નજરકેદ રહેશે
લોકસભા ચૂંટણી 2019 (Lok sabha election 2019)મા પાંચમા તબક્કાના મતદાન પહેલા ઉત્તરપ્રદેશ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. કુંડાના બાહુબલી ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા લોકસભા ચૂંટણીના દિવસે નજરકેદ રહેશે. જિલ્લાતંત્રએ બાહુબલી ધારાસભ્ય સહિત આઠ પ્રભાવશાળી લોકોને નજરકેદ રાખવાનો નિર્ણય લીધો છે. રાજાભૈયાની સાથે બાબાગંજ ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલસન યાદવ, સપા જિલ્લાધ્યક્ષ છવિનાથ યાદવ પણ નજરકેદ રહેશે. જો કે તેમને મતદાન કરાવવાની પરવાનગી હશે.
લખનઉ : લોકસભા ચૂંટણી 2019 (Lok sabha election 2019)મા પાંચમા તબક્કાના મતદાન પહેલા ઉત્તરપ્રદેશ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. કુંડાના બાહુબલી ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા લોકસભા ચૂંટણીના દિવસે નજરકેદ રહેશે. જિલ્લાતંત્રએ બાહુબલી ધારાસભ્ય સહિત આઠ પ્રભાવશાળી લોકોને નજરકેદ રાખવાનો નિર્ણય લીધો છે. રાજાભૈયાની સાથે બાબાગંજ ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલસન યાદવ, સપા જિલ્લાધ્યક્ષ છવિનાથ યાદવ પણ નજરકેદ રહેશે. જો કે તેમને મતદાન કરાવવાની પરવાનગી હશે.
ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ
ચૂંટણી પંચે કુંડાનાં આઠ પ્રભાવશાળી લોકોને અશાંતિનો ખતરો છે. કૌશામ્બી જિલ્લાનો સકુશળ સમ્મપન કરવા માટે પ્રતાપગઢ જિલ્લા તંત્રએ આ પગલું ઉઠાવ્યું છે. કૌશામ્બી લોકસભા વિસ્તારની બે આંશિક વિધાનસભા છે પ્રતાપગઢની કુંડા અને બાબાગંજ. અહીં ઉલ્લેખનીય છે કે, રાજાભૈયાએ હાલમાં જ જનસત્તા પાર્ટી બનાવી છે.
VIDEO: BJPના મહિલા ઉમેદવારની દબંગાઈ, કહ્યું-'યુપીથી 1000 લોકોને બોલાવીને પીટાઈ કરાવીશ'
'PM મોદી જે બોલે તેનાથી વિરુદ્ધ કરે છે.' અખિલેશ યાદવના ઈન્ટરવ્યુની 25 ખાસ વાતો
મહારથીઓની પરિક્ષા લેશે પાંચમા તબક્કાની ચૂંટણી
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સોમવારે યોજાનાર મતદાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સંપ્રગ પ્રમુખ સોનિયા ગાંધી સહિત અનેક રાજકીય મહારથીઓનું રાજનીતિક ભાગ્ય નિશ્ચિત કરશે. ચૂંટણી પંચના સુત્રો અનુસાર પાંચમાં તબક્કામાં પ્રદેશની 14 લોકસભા સીટો પર મતદાન મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યે ચાલુ થઇને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.