ભારતનો સૌથી અસફળ ઉમેદવાર, લિમ્કા બુકમાં મળ્યું સ્થાન, અધધ વખત હાર્યો છે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019નો માહોલ જામ્યો છે ત્યારે વાત એક એવા ઉમેદવારની જેણે અનેક ચૂંટણીઓ લડી પરંતુ એક પણ જીતી નથી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) નજીકમાં છે. ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે. આ સમાચાર પણ ચૂંટણીને લગતા છે અને રોચક તથ્યથી ભરપુર છે. આ સમાચાર છે એક એવાય વ્યક્તિ અંગે, જે પોતે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કિંગ કહે છે. જેનું કારણ પણ ખાસ છે, કારણ કે તેઓ આજ સુધી 170 ચૂંટણી લડી ચુક્યા છે, પરંતુ તેને આજ સુધી કોઇ પણ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત નથી થઇ. તેમના પરાજયે પણ એક રેકોર્ડનું કામ કર્યું છે. તેમનું નામ લિમ્બા બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનાં સૌથી અસફળ ઉમેદવાર તરીકે નોંધાઇ ચુક્યું છે.
ડૉ.પદ્મરાજન એક હોમ્યોપેથિક ડોક્ટર છે, જે ત્યાર બાદ બિઝનેસમેન બની ગયા. તેઓ પોતે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કિંગ તરીકે ઓળખાવે છે. તેઓ સ્થાનીક ચૂંટણી મુદ્દે લોકસભા ચૂંટણી સુધી પોતાનો હાથ અજમાવી ચુક્યા છે. એટલું જ નહી તેઓ રાષ્ટ્રપતિ પદ માટે યોજાનારી ચૂંટણી પણ લડી ચુક્યા છે, પરંતુ તેઓ અહીં પણ અસફળ રહ્યા હતા.
લોકસભા ચૂંટણી 2019 : ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, કુલ 19 સીટો પર ઉમેદવાર થયા જાહેર
આટલા દિગ્ગજોની સામે લડી ચુક્યા છે ચૂંટણી
અટલ બિહારી વાજપેયી
મનમોહન સિંહ
પ્રણવ મુખર્જી,
એપીજે અબ્દુલ કલામ
જયલલિતા
કરૂણાનિધી