નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)નું રાજકીય યુદ્ધ તેના શિખર પર છે. ત્યારે આ બધા વચ્ચે એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ ટ્વિટ પૂર્વ દિલ્હીના વર્તમાન સાંસદ મહેશ ગિરીનું છે. મહેશ ગિરીએ આ ટ્વિટમાં ભાજપની તરફથી પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવવામા આવેલા આવેલા ક્રિકેટથી નેતા બન્યા ગૌતમ ગંભીરને શુભકામનાઓ પાઠવી છે. મહેશ ગિરીના આ ટ્વિટ પર ગૌતમ ગંભીરે પણ જવાબ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ, આકરી સુરક્ષા વ્યવસ્થા


મહેશ ગિરીએ ટ્વિટ કરતા લખ્યું કે, પૂર્વ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીરને હું મારી શુભકામનાઓ અર્પિત કરૂ છું. મને આશા છે કે તેમના નેતૃત્વમાં અમે પુન: પૂર્વ દિલ્હીથી જીત હાંસલ કરીશું અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં યોગદાન આપીશું.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


લોકસભા ચૂંટણી 2019: આજે ત્રીજા તબક્કાનું મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર


ગૌતમ ગંભીરે જવાબ આપતા કહ્યું, શુભકામનાઓ માટે તમારો આભાર સર. તમારી સલાહ અને સમર્થનની અપેક્ષા રહેશે. જણાવી દઇએ કે, ભાજપે સોમવારે દિલ્હીની બે બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. ક્રિકેટરથી નેતા બન્યા ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે નવી દિલ્હી બેઠકથછી મીનાક્ષી લેખીને ઉમેદવાર જાહેર કરવામાં આવી છે. આ પહેલા રવિવારે દિલ્હીની ચાર બેઠકો પર ભાજપ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...