નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની મહત્વની ગણાતી બેઠક મુઝફ્ફરનગર પર થઈ રહેલા મતદાન વચ્ચે ભાજપના ઉમેદવાર સંજીવ બાલ્યાને ફેક વોટિંગનો આરોપ લગાવ્યો છે. બાલિયાનનું કહેવું છે કે મતદાન  કેન્દ્રો પર બુરખા પહેરીને આવી રહેલી મહિલાઓના ચહેરા ચેક થતા નથી અને તેના કારણે નકલી વોટિંગ થઈ રહ્યું છે. મુસ્લિમો અને જાટ બહુમતીવાળી આ બેઠક પર તેમની સામે ગઠબંધનના ઉમેદવાર તરીકે આરએલડીના પ્રમુખ અજીત સિંહ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી LIVE: છત્તીસગઢના નારાયણપુરમાં મતદાન દરમિયાન નક્સલીઓએ કર્યો વિસ્ફોટ


મુઝફ્ફરનગરના ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને આરોપ લગાવતા કહ્યું કે "હું બૂથ પર ગયો તો જોયું કે મતદારોના ચહેરા બરાબર ચેક થતા નથી. ચહેરો જોયા વગર મતદાન કરવાની મંજૂરી આપી શકાય નહીં. અહીં એક મહિલા કોન્સ્ટેબલ સુદ્ધાની તહેનાતી કરાઈ નથી. અધિકારીઓ મતદારોના ચહેરા સુદ્ધા જોઈ શકતા નથી. બુરખામાં આવેલી મહિલાઓના ચહેરા જોઈ શકાતા નથી. જો ધાર્મિક આધાર પર કોઈને આપત્તિ હોય તો મત ન આપો." તેમણે આરોપ  લગાવ્યો કે "અહીં ફેક વોટિંગ થઈ રહ્યું છે. જો આ મામલાને ગંભીરતાથી ન લેવાયો તો હું ફરીથી મતદાનની માગણી કરું છું." 


પહેલા તબક્કાનું મતદાન: PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ, 'પહેલા મતદાન પછી જલપાન'


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...