નવી દિલ્હી: જ્યાં એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જૈશ એ મોહમ્મદના સંસ્થાપક અઝહર મસૂદને ગત એનડીએ સરકાર દ્વારા છોડી મૂકવામાં આવ્યો હોવાની વાત સતત રટી રહ્યાં છે ત્યાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ પ્રકારની સંવેદનહીન ટિપ્પણી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે પોતાની પાર્ટી અને તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ દ્વારા ચીન અને કાશ્મીર પર કરેલી અનેક ભૂલો અંગે વિચારવું જોઈએ જે દેશ માટે અત્યારે કેન્સર બની ગઈ છે. શાહની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં એક રેલીમાં પૂછ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એ કેમ નથી જણાવતા કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી પૂર્વની એનડીએ સરકારે પુલવામા હુમલા માટે જવાબદાર અઝહરને છોડી મૂક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે કહ્યું કે આ પ્રકારના સવાલો ઊભા કરીને કોંગ્રેસ અધ્યક્ષ માત્ર સંવેદનહીનતા નો પરિચય નથી આપતા પરંતુ પોતાની ખુદની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સમજ ઉપર પણ સવાલ ઊભા કરી નાખે છે. શાહે શુક્રવારે એક બ્લોગમાં લખ્યું કે આ ચર્ચા ન તો મસૂદ અઝહરના છૂટકારાથી શરૂ થાય છે અને તો સમાપ્ત થાય છે. સૂચિ લાંબી છે, અને જો તેના પર ચર્ચા થઈ તો કોંગ્રેસ દોષિત પાર્ટી તરીકે જોવા મળશે. 


શાહે કહ્યું કે કંધાર વિમાન અપહરણ મામલાથી (જેના કારણે સરકારે 170 મુસાફરોના બદલે અઝહરને છોડી મૂકવો પડ્યો હતો) 10 વર્ષ અગાઉ કોંગ્રેસ સરકારે તત્કાલિન ગૃહમંત્રી મુફ્તી મહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના છૂટકારા માટે 10 આતંકીઓને છોડી મૂક્યા હતાં. 


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...