શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી બાદ હવે નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવો એ યોગ્ય નથી. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જો જમ્મુ અને કાશ્મીરને અપાયેલો વિશેષ રાજ્યનો દરજ્જો હટી જશે તો ભારત સાથેના સંબંધ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે જો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવામાં આવશે તો ફરી વિલયની વાત પણ કરવી પડશે. અહીં એ નોંધનીય વાત છે કે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને ઉમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમરે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું કે જેકેએલએફ અને જમાત એ ઈસ્લામી પર લાગેલા પ્રતિબંધ હટાવવાની કોશિશ કરીશું. વધુમાં એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પોતાના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનું પદ ફરીથી શરૂ કરીશું. 


જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન પદ ફરીથી લાવીશું. મહેબુબા મુફ્તી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અમે એવી વાતો કરીએ છીએ જેથી લોકો ભ્રમમાં ન રહે. તેમણે ફરીથી એકવાર કહ્યું કે જો કલમ 370 કે 35એ હટાવવાની વાત થશે તો જમ્મુ અને કાશ્મીરને હિન્દુસ્તાનમાં ભેળવવાની વાત ફરીથી ઉઠશે. 


ઓમર અબ્દુલ્લા બોલ્યા, કાશ્મીર બને અલગ દેશ, પીએમ મોદીએ કહ્યું - આવું બોલાવાની હિંમત કેવી રીતે થઈ


ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં સોમવારે એક ચૂંટણી સભાને સંબોધતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ લોકસભા ચૂંટણીને મામૂલી ન સમજવી જોઈએ. તેમણે કહ્યું કે આજે આપણી ઉપર જાત જાતના પ્રહારો થઈ રહ્યાં છે. કાવતરા રચાઈ રહ્યાં છે. મોટી મોટી તાકાતો જમ્મુ અને કાશ્મીરની ઓળખ મીટાવવા માટે નીકળી પડી છે. 


ઉમરે કહ્યું કે અમિત શાહે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે 2020 સુધીમાં અમે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35એને હટાવવાનું કામ કરીશું. આ અગાઉ દેશના નાણામંત્રી અરુણ જેટલીએ પણ ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે કલમ 35એ અને 370ને હટાવવાનું કામ થશે. 


ઉમરે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અન્ય રજવાડા જેવું નથી. અન્ય રજવાડા કોઈ પણ શરત વગર હિન્દુસ્તાન સાથે ભળી ગયા હતાં. પરંતુ અમે મફતમાં નથી આવ્યાં. અમે શરત રાખી હતી. ઉમરે કહ્યું કે અમે અમારી ઓળખ જાળવી રાખવા માટે બંધારણમાં કેટલીક ચીજો નોંધાવડાવી. અમે કહ્યું કે અમારી પોતાની અલગ ઓળખ હશે. બંધારણ પોતાનું હશે, ઝંડો પોતાનો હશે. અમે તે સમયે અમારા સદ્ર એ રિયાસત અને વડાપ્રધાન પણ પોતાના રાખ્યા હતાં. જેમને તેમણે કાપ્યાં. ઈન્શા અલ્લાહ તેમને પણ પાછા લાવીશું. 


તેમણે એ પણ કહ્યું કે અમારા રાજ્યની સરખામણી અન્ય રાજ્યો સાથે થઈ શકે નહીં. અમે જો કઈ માંગી લીધુ તો તેના બદલામાં મિત્રતાનો હાથ પણ આગળ વધાર્યો. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં તેમણે મહેબુબા મુફ્તી પર નિશાન સાધતા કહ્યું કે અમે તે લોકો જેવા નથી જે લોકોને ભ્રમમાં રાખે છે. તેમણે કહ્યું કે મહેબુબા મુફ્તીએ બારામુલ્લામાં પોતાના સંબોધનમાં કહ્યું કે જો પીડીપીની સરકાર આવશે તો જેકેએલએફ અને જમાત એ ઈસ્લામી પર લાગેલા પ્રતિબંધ હટી જશે. ઉમરે કહ્યું કે પ્રતિબંધ રાજ્ય સરકારે નહીં પરંતુ કેન્દ્ર સરકારે લગાવ્યાં છે. 


કોંગ્રેસે મોડી રાતે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી, રાઠોડને ટક્કર આપશે કૃષ્ણા પૂનિયા


તેમણે કહ્યું કે આપણે કેન્દ્રને આ પ્રતિબંધો હટાવવા માટે તૈયાર કરવા પડશે અને એટલે તો આજે ભાજપ  વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છીએ. તેમણે એમ પણ કહ્યું કે અહીં જે ભાજપના મિત્રો બની બેઠા છે તેમણે થોડા સમય પહેલા મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની કોશિશ કરી, આપણે  તે લોકો અને ભાજપથી હોશિયાર રહેવું પડશે. ઉમરે  કહ્યું કે આશા છે કે કેન્દ્રની સરકાર અમે બદલાવી દેશું અને ત્યારબાદ જે પ્રતિબંધ લાગ્યા છે તેને હટાવવાની કોશિશ કરાશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...