નવી દિલ્હી: દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભા ચૂંટણીનું આજે ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યની 117 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આ તબક્કાની સાથે ગુજરાત, કેરળ, ગોવા, કર્નાટકા, છત્તીસગઢ, આસામ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. ત્રીજા તબક્કાની 117 બેઠકોમાંથી ભાજપનું લક્ષ્ય તેમની 62 બેઠકો બચાવવાનું હશે. જ્યાં પાર્ટીએ 2014માં જીત હાંસલ કરી હતી. એટલા માટે આ તબક્કો ભાજપ માટે ઘણો મહત્વનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભાજપે દિલ્હી પૂર્વથી ગૌતમ ગંભીર અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને આપી ટિકિટ


ત્રીજા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓના પ્રમુખ ચૂંટણી મેદાનમાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણીમાં ઉતર્યા છે. ત્યારે ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ તબક્કામાં કેરળના વાયનાડ સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર છે. ગત ચૂંટણીમાં તેમાંથી 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે અન્ય બેઠકો બીજેડી (6), સીપીઆઇ (એમ) (7), એનસીપી (4), સમાજવાદી પાર્ટી (3), શિવસેના (2), આરજેડી (2), એઆઈયુડીએફ (2), આઈયુએમએલ (2), એલજેપી (1), પીડીપી (1), આરએસપી (1), કેરળ કોંગ્રેસ-એમ (1), સીપીઆઇ (1), સ્વાભિમાની પક્ષ (1), તૃણમૂલ કોંગ્રેસ (1) અને સ્વતંત્ર (3) ને મળી હતી.


વધુમાં વાંચો: વારાણસી બેઠકઃ પીએમ મોદી સામે સપાએ શાલિની યાદવને બનાવી ઉમેદવાર


ગુજરાતમાં ભાજપની પરીક્ષા
આ વખતે ભાજપની પરીક્ષા તેમના ગઢ એવા ગુજરાતમાં હશે. પ્રદેશની દરેક 26 લોકસભા બેઠક પર આજે મતદાન યોજાશે. આ ઉપરાંત કર્નાટકા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની પરીક્ષા થશે. જ્યાં છેલ્લી લોકસભા ચૂંટણી 2014માં તેમનું પ્રદર્શન ઘણું સારૂ રહ્યું હતું. ભાજપે આ તબક્કામાં મતદાનવાળી બેઠકો પર 2014માં ગુજરાતની દરેક 26 બેઠક, કર્નાટકની 14માંથી 11 બેઠક અને ઉત્તર પ્રદેશની 10 બેઠકોમાંથી 8 બેઠક પર, છત્તીસગઢની સાતમાંથી 6 બેઠક પર, મહારાષ્ટ્રની 14માંથી 6 બેઠક પર, ગોવાની બંને બેઠક અને અસમ, બિહાર, દાદર નાગર હવેલી અને દમણ-દીવની એક-એક બેઠકો પર જીત મેળવી હતી. ભાજપની સામે તેમની બેઠકો બચાવી રાખવાનો પડકાર છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...