નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઇને પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિલીગુડ઼ીથી નજીક કાવાખાલીમાં દાર્જિલિંગ લોકસભા બેઠક પર જનસભાનું સંબોધન કર્યું. આ જનસભામાં પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દીદીની બોટ ડૂબી ગઇ છે, તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમના નેતા કૌભાંડ કરી ભાગી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી સમાચારો માટે અહીં ક્લિક કરો...


પ્રધાનમંત્રી મોદીના સંબોધનની ખાસ વાતો...
- મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને નષ્ટ કરી દીધુ છે.
- અમે બાળપણથી સાંભળતા આવ્યા છે જે બંગાળ કરે છે, તેને સમગ્ર દેશ ફોલો કરે છે. હું જો અહીં આવી ન જોતો તો અંદાજ પણ ન લગાવી શકતો કે દીદીની બોડ ડૂબી ગઇ છે. તમારો હૃદયથી આભાર વ્યક્ત કરૂ છું.


અરૂણાચલ પ્રદેશમાં બોલ્યા PM મોદી, કોંગ્રેસનું ઘોષણા પત્ર એક જૂઠાણું છે


કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે દેશમાં અલગાવવાદ વધારવા માટે, હિંસાને પ્રોત્સાહન આપવા માટે, ભારતને ગાળો આપનાર લોકો માટે યોજા બનાવી છે. આપણા ધ્વજને સળગાવનાર, ભારત તારા ટૂકડા થશેના નારા લગાવનાર, વિદેશની તાકતોના હાથમાં રમનાર, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓ તોડનારથી કોંગ્રેસ સહમત છે. કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો દૂર કરવા ઇચ્છે છે.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...