નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતાં વડાપ્રધાન નરેંદ્ર મોદી 2019ના ફેબ્રુઆરી સુધી દેશના અલગ-અલગ ભાગમાં 50 રેલીઓને સંબોધિત કરશે. તેના માધ્યમથી તે 100થી વધુ લોકસભા ક્ષેત્રો કવર કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાજનાથ સિંહ તથા નિતિન ગડકરી જેવા વરિષ્થ નેતા પણ 50-50 રેલીઓને સંબોધિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં પાર્ટીના અભિયાન માતે આધાર તૈયાર કરવાના લક્ષ્ય સાથે આ રેલીઓની યોજના બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દરેક રેલીની રૂપરેખા આ પ્રકારે તૈયાર કરવામાં આવી રહી છે કે તેનો પ્રભાવ બે-ત્રણ લોકસભા ક્ષેત્રો પર પડે. 


પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલાં જ ભાજપ 200 રેલીઓના માધ્યમથી ઓછામાં ઓછા 400 લોકસભા ક્ષેત્રોને કવર ચૂકી છે. તેમણે જણાવ્યું કે આ 50 રેલીઓ ઉપરાંત મોદી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં રેલીઓને સંબોધિત કરશે, જ્યાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવવાની છે.