લોકસભા ચૂંટણી: દુનિયાની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં કર્યું મતદાન
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન હિંસા ભડકી ઉઠી, ટીડીપી અને આઈએસઆર કોંગ્રેસ (વાયએસઆરસીપી) વચ્ચે ભડકેલી હિંસામાં વાઈએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓના હુમલામાં તદીપત્રીના સ્થાનિક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા થઈ છે.
નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે હાલ મતદાન ચાલુ છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીંગ બૂથ સંખ્યા 216 પર આજે સવારે 7 વાગે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજ્યોના પોલિંગ બૂથો પર મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યાં છે. તેલંગાણાના ખમ્મમમાં કોંગ્રેસ ઉમેદવાર રેણુકા ચૌધરીએ મતદાન કર્યું છે.
જ્યોતિ આમ્ગેએ કર્યું મતદાન
મહારાષ્ટ્રના નાગપુર લોકસભા મતવિસ્તારમાં દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમ્ગેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યોતિ આમ્ગેની લંબાઈ 2 ફૂટ 1 ઈંચ છે.