નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પહેલા  તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. નોઈડા, મેરઠ, નાગપુરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ પોલિંગ બૂથો પર પોતાના મતાધિકારના ઉપયોગ માટે લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી LIVE: છત્તીસગઢના નારાયણપુરમાં મતદાન દરમિયાન નક્સલીઓએ કર્યો વિસ્ફોટ


મતદાન શરૂ થતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના હકનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે લોકસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લે. વધુમાં વધુ લોકો મતદાન કરે. પહેલા મતદાન અને પછી જલપાન.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...