રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રાએ કર્યું મતદાન, કહ્યું-`યુવાઓએ આગળ આવીને મતદાન કરવું જોઈએ`
લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. તેમણે દક્ષિણ મુંબઈના કફ પરેડ સ્થિત પોલિંગ બૂથ પર મત આપ્યો. મતદાન કર્યાં બાદ તેમણે કહ્યું કે દેશ સામે ડેવલપમેન્ટ, અને સુરક્ષા, મોટા મુદ્દા છે. દેશના યુવાઓએ આગળ આવીને મતદાન કરવું જોઈએ. દેશના યુથ જાણે છે કે તેમને શું જોઈએ છે. તેમનું વિઝન ક્લિયર છે અને મને લાગે છે કે તે જ મુદ્દાઓના આધારે યુવાઓએ મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે દેશના યુવાઓ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
અત્રે જણાવવાનું કે 9 રાજ્યોની 72 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. કુલ 961 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થવાનો છે. વોટિંગ શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને જંગી મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે લોકસભા ચૂંટણીના વધુ એક તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. હું આશા રાખું છું કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે અને ગત ત્રણ તબક્કાના મતદાનનો રેકોર્ડ તોડશે. મારી યુવા મતદારોને ખાસ અપીલ છે કે તેઓ પોલિંગ બૂથ જાય અને મતદાન કરે.
જુઓ LIVE TV